fbpx
ભાવનગર

ભાવનગર ગારીયાધાર ના માંડવી પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા “માં જેટલું સ્તર ધરાવતા માસ્તર” રમેશભાઈ પરમાર નું રાજ્ય કક્ષા ના શ્રેષ્ટ શિક્ષક એવોર્ડ થી વિશિષ્ટ બહુમાન

ગારીયાધાર ના માંડવી પ્રાથમિક શાળા ના શિક્ષક રમેશભાઈ પરમાર નું રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ૨૦૨૦ પ્રાપ્ત કરતા “માં જેટલું સ્તર ધરાવતા માસ્તર”  રમેશભાઈ એન. પરમાર નું બહુમાન
 રમેશભાઈ એન. પરમાર ગારીયાધાર તાલુકા ની માંડવી કે શાળામાં ફરજ બજાવે છે, તેઓ બે દાયકાથી અવિરત ભાર વગરના ભણતર અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ જેવી કે પપેટ કલા, ક્રાફ્ટ કલા, વિજ્ઞાન પ્રદર્શન, અભિનય, બાળવાર્તા, બાળગીત વગેરે ખૂબ ઉત્તમ રીતે રજૂ કરતાં રહ્યાં છે, તેઓ સતત શિક્ષણની ચિંતા કરનાર શિક્ષક છે. તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેઓને ગુજરાત કક્ષાના ના અનેકવિધ એવોર્ડ પ્રાપ્ત થયા છે ૧, રમણભાઈ પટેલ એ. એમ. એ એવોર્ડ ૨,એજ્યુકેટર એવોર્ડ રાજ્યપાલ દ્વારા ૩, ચિત્રકૂટ એવોર્ડ પૂજ્ય મોરારી બાપુ દ્વારા ૪, રાજ્યપાલ  એવોર્ડ ગુજરાત રાજ્ય ૨૦૨૦ ૫,પ્રતિભા સન્માન એવોર્ડ ગુજરાત રાજ્ય ૨૦૨૦ તેમની શાળા ઉત્તમ સરકારી શાળા છે ,કમ્પ્યુટર લેબ, આરો પ્લાન,વોટર કૂલર, સીસીટીવી કેમેરા, ૫ થી ૮ ડિજિટલ ક્લાસ બાગ મેદાન જેવી અનેક સુવિધાઓ લોક સહયોગથી ઊભી કરી છે રમેશભાઈને ખુબ ખુબ અભિનંદન.
Follow Me:

Related Posts