fbpx
ભાવનગર

ભાવનગર : જાળિયા ભાગવત કથા અને અભિવાદર્ન સમાચાર

જાળિયા ખાતે ભાગવત કથા પૂર્ણાહૂતિ સાથે કોરોના બિમારીમાં સેવા કરનારનું અભિવાદન કરાયું. શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શ્રી મદ ભાગવત કથા પૂર્ણાહૂતિ સાથે ગામમાં કોરોના બિમારી સામે સેવા કરનાર વ્યક્તિઓનું અભિવાદન કરાયું હતું. કોરોના બિમારી શાંત પડે અને વિશ્વના કલ્યાણ હેતુ શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શ્રી વિશ્વાનંદમયીજીના વ્યાસાસને શ્રી મદ ભાગવત કથાનું આયોજન થયું, સરકારના કોરોના સંદર્ભે માર્ગદર્શિકા મુજબ મોટી સંખ્યામાં શ્રોતાઓને એકઠા કર્યા વગર જિવંત પ્રસારણ (યુ ટ્યુબ) થતા ઘેર બેઠા ભાવિક શ્રોતાઓએ લાભ લીધો. અહીંયા શ્રી નંદલાલભાઈ જાનીનું મુખ્ય સંકલન રહ્યું હતું.
આ કથાની પૂર્ણાહૂતિ સાથે જાળિયા ગામમાં કોરોના બિમારીમાં સેવા કરનાર વ્યક્તિઓ પૈકી હાજર વ્યક્તિઓનું અભિવાદન કરાયું હતું. જેમાં કાળુભાઈ માણિયા, અલ્પેશપરી ગોસ્વામી, અરવિંદભાઈ રાઠોડ તથા નિતાબેન માણિયાનું અભિવાદન કરાયું. કથાના પ્રસારણ માટે શ્રી લલિતભાઈ પરમાર, શ્રી જયદીપભાઈ મહેતા તથા જગદીશભાઈ દવે દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. શાસ્ત્રી અનંતભાઈ ઠાકર, ચંદુભાઈ પંડ્યા વગેરેએ જહેમત ઉઠાવી હતી. 

Follow Me:

Related Posts