fbpx
ભાવનગર

ભાવનગર : ખેડુતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી બાજરીની ખરીદી કરાશે

૨૯ ઓક્ટોબર સુધી ખેડુતો ખરીદ કેન્દ્રો પરથી રજિસ્ટ્રેશન કરાવી શકશે

રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૦-૨૧ અંતર્ગત
બાજરીની ખરીદી આગામી તા.૧૬-૧૦-૨૦૨૦ થી તા.૩૧-૧૨-૨૦૨૦ દરમ્યાન ગુજરાત રાજ્ય નાગરીક
પુરવઠા નિગમ લી.,ભાવનગરના નીચે મુજબના ૭ ગોડાઉન ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવેલ છે. ભારત
સરકાર દ્વારા લઘુત્તમ ટેકાનો ભાવ બાજરી માટે રૂ.૨,૧૫૦/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે. લઘુત્તમ ટેકાના
ભાવે ઘઉં વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડુતોની ઓનલાઇન નોંધણી સંબંધિત ગોડાઉન કેન્દ્ર ખાતે
તા.૨૯/૧૦/૨૦૨૦ સુધી ચાલુ રહેશે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડુતોને જાણ કરવામાં આવે છે.
ખેડુતોએ નોંધણી સમયે આધારકાર્ડની નકલ, આધાર નોંધણી નંબર અને તે અંગેનો પુરાવો, ૭/૧૨ તથા
૮/અ ના રેકોર્ડની નકલ, ફોર્મ નં.૧૨મા પાક વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય તો પાક વાવ્યા અન્હેનો
તલાટીનો સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામે આઈ.એફ.એસ.સી. કોડ સહિતની બેંક એકાઉન્ટની
વિગતો માટે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાના રહેશે. ખેડુતોને તેમનો
જથ્થો સાફસુફ તથા ચારણો કરી તેમજ તેમા ભેજનુ પ્રમાણ નિયત મર્યાદામા રહે તે માટે જરૂરી જણાયે
તડકામા સુકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે. જેથી ખેડુતોનો જથ્થો અસ્વિકૃત ન થાય. રજીસ્ટ્રેશન
બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક
સાધવાનો રહેશે. જિલ્લાના ગોડાઉન કેન્દ્રના નામની યાદી આ પ્રમાણે છે. સીટી ગોડાઉન-ભાવનગર, શિહોર
ગોડાઉન, પાલીતાણા ગોડાઉન, ગારીયાધાર ગોડાઉન, તળાજા ગોડાઉન, મહુવા ગોડાઉન, ઉમરાળા/ટીંબી
ગોડાઉન.

Follow Me:

Related Posts