fbpx
ભાવનગર

ભાવનગરઃ તળાવમાં ૬ યુવકો ડૂબ્યા, ૧ની લાશ મળી, ૨નો બચાવ, ૩ની શોધખોળ

ભાવનગરના ઉમરાળામાં ૬ યુવકો ડૂબ્યા હોવાની ઘટના બની છે. આ મામલે એક યુવકની લાશ મળી આવી છે જ્યારે બે યુવકોને બચાવી લેવામાં આવ્યા છે અને ૩ યુવકોની શોધખોળ ચાલુ છે. આ ઘટનાનાં પગલે નદીની આસપાસ ગ્રામજનો એકઠા થઇ ગયા હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર નવઉમરાળા તાલુકાના ચોગઠ ગામે આ ઘટના બની છે. ચોગઠ નજીક પસાર થતી કાલુભાર નદીના પટમા ન્હાવા પડેલા ૬ યુવકી ડૂબ્યા હતા. આ તમામ યુવકો ૧૫ થી ૨૦ વર્ષના હોવાનું સામે આવી રહ્ય્šં છે. આ મામલે ૧ યુવકની લાશ મળી આવી છે. જ્યારે હજુ અન્ય ૩ લોકો લાપતા છે.
ઘટનાની જાણ થતા જ મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ભાવનગરથી ફાયરનો કાફલો બચાવ સામગ્રી સાથે રવાના થઇ ગયો છે. આ તમામ યુવકો ક્્યાંના છે તે વિશે કોઇ માહિતી હજુ સુધી સામે આવી નથી.

Follow Me:

Related Posts