fbpx
ભાવનગર

રાજ્યના સર્વગ્રાહી વિકાસના પાયામાં સુદ્રઢ કાયદો વ્યવસ્થાની સ્થિતી છે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીએ ભાવનગર રેન્જ આઇ.જી. કચેરી – પોલીસ કર્મી આવાસ-
પોલીસ મથક સહિત રૂ. ૪૧.૩૬ કરોડના વિકાસ કામોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હત કર્યા

ગૃહ રાજ્યમંત્રી-મહિલા બાળકલ્યાણ રાજ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતી
કાયદાઓ વધુ કડક બનાવી અસામાજિક તત્વો-ગુંડાગર્દી કરનારાઓ સામે
સખ્તાઇથી પેશ આવી હુલ્લડ મુકત સુખી-સમૃદ્ધ-શાંત ગાંધી-સરદારનું ગુજરાત પ્રસ્થાપિત કરવું છે:- વિજયભાઇ રૂપાણી

વિજયભાઇ રૂપાણી:-
કાયદો-વ્યવસ્થાની જાળવણીમાં શાંતિ-સલામતિ ડહોળનારાઓ સામે ગુજરાત પોલીસ ઝીરો ટોલરન્સથી કાર્યરત છે
પોલીસ કર્મીઓને પ્રફૂલ્લિત – તનાવમુકત રાખવા સુવિધાસભર આવાસો નિર્માણ કરીએ છીયે
કોરોના કાળમાં પણ વિકાસની ગતિ અટકી નથી સવા અગિયાર હજાર કરોડના વિકાસ કામો ડિઝીટલી લોકાર્પણ-ભૂમિપૂજન કર્યા

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસના પાયામાં સુદ્રઢ કાયદો
વ્યવસ્થાની સ્થિતી છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે તેમણે આ સંદર્ભમાં રાજ્ય પોલીસદળને અભિનંદન
આપતાં જણાવ્યું કે, કાયદો વ્યવસ્થાની જાળવણીમાં શાંતિ-સલામતિ ડહોળનારાઓ સામે રાજ્યનું પોલીસદળ
ઝિરો ટોલરન્સથી કાર્યરત છે.
મુખ્યમંત્રીશ્રીએ ભાવનગર રેન્જ આઇ.જી.કચેરીના રૂ. ૩.૯૦ કરોડના ખર્ચે બનનારા અદ્યતન ભવન સહિત
ત્રણ પોલીસ લાઇન, ડોગ કેનાલના ખાતમૂર્હત અને સનેસ પોલીસ મથકના લોકાર્પણ સહિત રૂ. ૪૧.૩૬
કરોડના વિકાસ કામોની ભેટ ઇ-લોકાર્પણ-ખાતમૂહર્ત દ્વારા ભાવનગરને આપી હતી.
ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, મહિલા-બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે આ
વેળાએ ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી સાથે વિડીયો કોન્ફરન્સમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ દેશભરમાં શ્રેષ્ઠતામાં અગ્રેસર છે તેની ભૂમિકા આપતાં ઉમેર્યુ કે, ગુજરાતમાંક્રાઇમ રેઇટ ઘટયો છે અને કન્વીકશન રેઇટ વધ્યો છે.આપણે કાયદાઓ વધુ કડક બનાવીને અસામાજિક તત્વો, ગુંડાગર્દી કરનારાઓ સામે સખ્તાઇથી પેશઆવવા સાથે હુલ્લડ-મૂકત ગુજરાત બનાવી લોકોની સુખ-સમૃદ્ધિ શાંતિ-સલામતિથી ગાંધી-સરદારનુંગુજરાત પ્રસ્થાપિત કરવું છે એમ તેમણે ઉમેર્યુ હતું.વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, પ્રજાની જાન-માલની રક્ષા કરનારા પોલીસ કર્મીઓને કપરીફરજો પછી ઘરે આવે ત્યારે માનસિક શાંતિ મળે, તેમનું જીવન પ્રફૂલ્લિત-તનાવમુકત રહે તેવી આવાસસગવડો આપણે સુવિધાસભર પોલીસ આવાસોના નિર્માણથી આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણને કારણે વિકાસની ગતિ અટકી નથી તેનો વિશેષ ઉલ્લેખ કરતાં
જણાવ્યું કે સવા અગિયાર હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોના લોકાર્પણ-ભૂમિપૂજન આ કોરોનાકાળ દરમ્યાન ડિઝીટલી કર્યા છે.તેમણે કોરોના સંક્રમણ સામે જનસહયોગ, વહિવટીતંત્ર અને આરોગ્ય, પોલીસ સહિતના વિભાગોનીફરજનિષ્ઠાથી ગુજરાતમાં કોરોનાનો વ્યાપ નિયંત્રણમાં રાખી શકાયો છે તેની વિસ્તૃત છણાવટ કરી હતી.મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં પ૦ લાખ જેટલા ટેસ્ટ કર્યા છે એટલે કે રાજ્યનીવસ્તીના ૮ ટકાને આવરી લીધા છે. આપણો પેશન્ટ રિકવરી રેટ ૮૭ ટકા અને મૃત્યુદર ઘટીને ૩ ટકા જેટલોથયો છે.કોરોના સંક્રમણ કાળમાં ડિઝીટલી લોકાર્પણ-ખાતમૂર્હતની નવી કેડી આપણે વિકસાવીને વિકાસકામોની ગતિ જાળવી રાખી છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, છેલ્લા ૩ વર્ષમાં ગુજરાત પોલીસમાં ૪૦ હજારજેટલી નવી ભરતી થવાના પરિણામે પોલીસ દળના સ્કીલ અને સાઇઝ બેય વધ્યા છે.
તેમણે આ પોલીસકર્મીઓને સગવડતા વાળા અને મોકળાશયુકત રહેઠાણ મળી રહે તે માટે
મુખ્યમંત્રી વિજયભાઇની પ્રેરણાથી હવે પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના કર્મીને પણ બે રૂમ રસોડાના અદ્યતનઆવાસ આપવામાં આવે છે તેની સરાહના કરી હતી.ભાવનગર રેન્જ આઇ.જી. અશોકકુમારે સૌનું સ્વાગત તથા જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરે આભાર વ્યકત કર્યો હતો.આ અવસરે આ ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય કેશુભાઈનાકરાણી, ધારાસભ્ય શ્રી આર.સી.મકવાણા, ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા, મેયર મનહરભાઈ મોરી,સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન શ્રી યુવરાજસિંહ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ વક્તુબેન મકવાણા, જિલ્લાકલેક્ટર ગૌરાંગ મકવાણા, મહાનગરપાલિકા કમિશ્નર એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, નાયબ પોલીસ અધિક્ષક સફીન હસન સહિતના મહાનુભાવો, અધિકારીઓભાવનગરથી જોડાયા હતા.

Follow Me:

Related Posts