fbpx
ભાવનગર

શિહોર ટાણા રોડની દક્ષિણે આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

ભાવનગર જિલ્લાના શિહોર ગામની સર્વે નં ૨૮૨ની શિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનોઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૨૪/૧૦/૨૦૨૦ સુધીના સમયગાળા દરમ્યાન ભાવનગરની
કચેરીના એન.સી.સી. કેડેટ્સને ફાયરીંગ તાલીમ આપવા ફાયરીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર ઉમેશ વ્યાસ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાંકોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને અધિનિયમની
કલમ ૧૩૧ મુજબ સજા થશે.

Follow Me:

Related Posts