fbpx
ભાવનગર

નવી શિક્ષણ નીતિનું અમલીકરણ – લોકભારતીમાં આત્મનિર્ભરતા અને કૌશલ્ય આધારિત B.Voc.
(બેચલર્સ ઓફ વોકેશન)નાં શ્રી ગણેશ!

આજે વર્ષોથી ચાલતા બીબાઢાળ ડીગ્રી અભ્યાસક્રમોએ વિદ્યાર્થીઓને કૌશલ્યવાન બનાવવાની દિશામાં કઈ નક્કર કામ કર્યું નથી.સ્નાતક થઇ જાય તો પણ 47% વિદ્યાર્થીઓ પોતાના ક્ષેત્રની જરૂરી કોઈ આવડત ધરાવતા નથી અને એટલે સામાન્ય રોજગારમેળવવાની પાત્રતા કેળવતા જ નથી (અસ્પ્યારીંગ માઈન્ડ રિપોર્ટ). કામ ન મળવાનો અજંપો, નિરાશા, નિષ્ફળતા સૌને જીવનમાંનકારાત્મકતા લાવીને ન કરવાના કામો તરફ પ્રેરે છે. સર્વાંશે સમાજ તમામ પ્રકારની ગરીબીનો ભોગ બને છે. આવા કપરા સમયમાંયુજીસીએ ૧૨ પાસ વિદ્યાર્થી માટે કામ કરતા કરતા ભણવાની અને ભણતા ભણતા કામ કરવાની સોનેરી તક આપતો બેચલર્સ ઓફવોકેશન નામનો સુંદર અભ્યાસક્રમ 2015માં બનાવ્યો. B.Voc. (બેચલર્સ ઓફ વોકેશન) સ્નાતક કક્ષાનો ત્રણ વર્ષનો કોર્સ છે જેહાલમાં ગુજરાતની માત્ર ગણી ગાંઠી પ્રયોગશીલ કોલેજોમાં જ ચાલી રહ્યો છે. આ કોર્સની વિશેષતા એ છે કે આમાં વિદ્યાર્થીને પ્રથમવર્ષથી જ નક્કી કરેલી કંપનીમાં તાલીમ મળવાનું શરુ થઇ જાય છે કારણકે આ કોર્સમાં ૨૦% થીયરી છે અને ૮૦% પ્રત્યક્ષ તાલીમછે. અહીંયા નોંધનીય બાબત એ છે કે હવે નવી શિક્ષણ નીતિ પ્રમાણે ગોખણીયા શિક્ષણનો યુગ પૂરો થાય છે અને આવડત આધારિતકેળવણીની વિધિસરની શરૂઆત થાય છે. આખરે તો કામનો પ્રત્યક્ષ અનુભવ જ આપણને કૌશલ્યવાન બનાવે છે એ સિદ્ધાંતનેધ્યાનમાં લઈને B.Voc.માં સઘન તાલીમ આપાય છે. જો વિદ્યાર્થી એક વર્ષ પૂરું કરીને રોજગાર મેળવી લે તો તેને ડીપ્લોમા, બે વર્ષપછી સારી તક મળે અને કોર્સ છોડી દે તો તેને એડવાન્સ ડીપ્લોમા અને ત્રણ વર્ષના અંતે ડીગ્રી આપવામાં આવે છે.લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય ગુજરતમાં ઓટોનોમી ધરાવતી અને NAAC દ્વારા ‘એ’ ગ્રેડ મેળવનાર એક માત્ર ગ્રામ વિદ્યાપીઠછે. લોકભારતીમાં ‘ફૂડ પ્રોસેસિંગ’ અને ‘ઓર્ગેનિક ફાર્મિંગ’ એમ બે મુખ્ય વિષય સાથે ૨૫ + ૨૫ વિદ્યાર્થી સંખ્યાની મજુરી સાથેB.Voc. કોર્સ આ વર્ષથી શરુ કરવામાં આવ્યો છે. આ કોર્સમાં જોડાનારા વિદ્યાર્થીઓને યોગ્ય પ્રત્યક્ષ તાલીમ મળી રહે તે માટેલોકભારતીએ દેશના નામાંકિત ઔદ્યોગિક એકમો સાથે જરૂરી કરાર કરીને વિદ્યાર્થીઓની તાલીમનું આયોજન કર્યું છે. ગામડામાંરોજગારી વધારવા, ખેડૂતોના કાચામાલનું ઉત્પાદન સ્થળે પ્રોસેસિંગ કરી તેમની આવક વધારવા અને પરણામે ખેડૂતોની આત્મહત્યાઘટાડવાના મનોરથ સાથે આ અભ્યાસક્રમનો શુભારંભ થઇ રહ્યો છે. B.Voc. કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશફોર્મ અને અન્ય માહિતી ટૂંક સમયમાં જ લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયની વેબસાઈટ પર મૂકવામાં આવશે.

Follow Me:

Related Posts