fbpx
ભાવનગર

બગદાણામાં આજે નૂતન વર્ષે અન્નકૂટ દર્શન

સંત પૂજ્ય બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે પ્રતિવર્ષની પરંપરા મુજબ અન્નકૂટ ધરવામાં આવશે.પરદુઃખભંજન વીર વિક્રમના નવા વર્ષના પ્રારંભે સૌ ભાવિકો દર્શનાર્થીઓ ને અન્નકૂટ દર્શન નો લાભ મળશે.આજે નવા વર્ષના પ્રથમ દિવસે વિવિધ રસ વ્યંજનો સાથે ગુરૂઆશ્રમ ના વૃક્ષ આચ્છાદિત પાવન પરિસરમાં આવેલા નૂતન મંદિરના શ્રી રામ પંચાયત,મૂર્તિ મંદિર,ગાદી મંદિર, સમાધિ મંદિર, કાળભૈરવ મંદિર, અન્નપૂર્ણા દેવી મંદિર સહિતના દેવાલયોમાં તેમજ બગદાણા ગામમાં આવેલા તમામે તમામ દેવી દેવતાઓના દેવસ્થાનોમાં અન્નકૂટના થાળ ધરવામાં આવશે. બેસતા વર્ષે એટલે કે આજે સોમવારે સવારના ૧૦ કલાકથી અન્નકૂટના થાળ ધરવામાં આવનાર છે.દિવાળીના દિવસોમાં ધનતેરસથી લાભ પાચમ ના સળંગ પર્વતમાળાના તહેવારોમાં ગુરૂઆશ્રમ બગદાણા ખાતે ભાવિક ભક્તજનોની વિશેષ ભીડ રહેતી હોય છે.

Follow Me:

Related Posts