fbpx
ભાવનગર

શહેરમા કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા ૧૩ સર્વેલન્સ ટીમની રચના કરતા જિલ્લા કલેક્ટર

વર્ગ-૧ના ૧૩ સહિત ૪૬ અધિકારીશ્રીઓ શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર સુપરવાઈઝરી ઓથોરીટી તરીકે કામગીરી કરશે. સરકારશ્રીની સુચનાઓ મુજબ ભાવનગર મહાનગરપાલિકા ના દરેક અર્બન હેલ્થ સેન્ટર(UHC) પર કોરોના સંક્રમણને અટકાવવાની કામગીરી પુરજોશમા શરૂ છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનુ સંક્રમણ વધ્યુ છે. જે માટે વિશેષ કાળજી લેવા ચોક્કસ ટીમથી ઝીણવટભર્યુ સુપરવીઝન થાય એ અંત્યત જરૂરી છે. આથી આ કામગીરી વધુ સુદ્રઢતાથી થાય તે માટે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા દરેક અર્બન હેલ્થ સેન્ટર પર વર્ગ-૧ના અધિકારીશ્રીઓ અને તેમના મદદનીશની સુપરવાઈઝરી ઓથોરીટી તરીકે નિમણુંક કરતા હુકમ કરવામાં આવેલ છે. જેમા મદદનિશ કલેક્ટર પુષ્પ લત્તા, સંયુક્ત વાણિજ્ય વેરા કમિશ્નર એન.એમ.પટેલ, જિલ્લા પુ૨વઠા અધિકારી સુશ્રી ભૂમિકા કોરીયા, સહાયક રાજ્ય વેરા કમિશ્નર એસ.એચ.ગાંધી, ડેપ્યુટી મ્યુનિસિપલ
કમિશનર ડી.એમ.ગોહિલ, ઈ.ચા. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એમ.આર.કુકડીયા, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી બી.એન.ખેર, જી.આઈ.ડી.સી., ગુજરાત પ્રદુષણ નિંયત્રણ બોર્ડ, પ્રાદેશિક અધિકારી એ.જી.ઓઝા, સહકારી મંડળીઓના જિલ્લા ૨જીસ્ટ્રા૨ ડી.વી.ગઢવી, સ્થાનિક હિસાબ ભંડોળના સહાયક નિરીક્ષક બી.બી.રાવલ, મદદનિશ શ્રમ આયુક્ત નિસર્ગ પાઠક, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ગૌરવ દવે, જિલ્લા આયોજન અધિકારી કે.વી.પટેલ સહીતના વર્ગ-૧ના અધિકારીશ્રીઓની U.H.C.ના લાયઝન ઓફીસર તરીકે નિમણૂક કરવામા આવી છે.
આ તમામ અધિકારીશ્રીઓ સંબંધીત યુ.એચ.સી.પાસે સર્વે માટેનું માઈક્રો પ્લાનીંગ છે કે કેમ ?, સંબંધીત યુ.એચ.સી. ફીલ્ડ ટીમ દ્વારા નિયમીત રીતે સર્વેલન્સ ફોર્મ ભરવામાં આવે છે કે કેમ ? સંબંધીત યુ.એચ.સી. હેઠળની ટીમ દ્વારા યુ.એચ.સી. ખાતે રીફર કરવામાં આવેલ દર્દીની ફોલોઅપની વિગતો, સંબંધીત યુ.એચ.સી. ખાતે ઓ.પી.ડી.માં આવતા શરદી, ઉધરસ, તાવના કેસોનું ટેલીફોનીક મોનીંટરીંગ, સંબંધીત યુ.એચ.સી. હેઠળના ખાનગી દવાખાના, હોસ્પીટલ, નર્સીંગ હોમના ઓ.પી.ડી., આઈ.પી.ડી. ડેટા મેળવી ફોલોઅપ કરાવવું, સંબંધીત યુ.એચ.સી. હેઠળના વિસ્તારમાં આવેલ પોઝીટીવ કેસની ટ્રાવેલીંગ હિસ્ટ્રી, સારવારની હિસ્ટ્રી અને તે અનુંસાર કોન્ટેક ટ્રેસીંગ, હોમ ક્વોરન્ટાઈન, ફેસીલીટી ક્વોરન્ટાઈનના કેસનું ક્રોસ ચેકીંગ કરી વિગતવાર ચર્ચા કરી અભ્યાસ કરશે, તેમજ સંબંધીત યુ.એચ.સી. હેઠળના વિસ્તારમાં COVID-19 પોઝીટીવ કેસ, હોમ આઈસોલેશન હેઠળના દર્દીની વિગતો ચકાસી તેનું ફોલોઅપ લેશે, ડેઈલી સર્વેલન્સ કામગીરીનું રીપોર્ટીંગ તથા હાઈ રીસ્ક પોપ્યુલેશન સર્વે રીપોર્ટ નિયમીત થાય તે જોશે, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં જરૂરી આવશ્યક ચીજ વસ્તુઓ તથા આયુષ ઉકાળા, વિટામીન-સી વગેરે દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા છે કે કેમ ? તે સુનિશ્ચિત કરશે, યુ.એચ.સી.માં સમાવિષ્ટ વોર્ડવાઈઝ વિસ્તારની સંપૂર્ણ માહિતી નિયત પત્રકો સ્વરૂપે ડેઈલી બેઈઝ પર તૈયાર કરી, રોજેરોજની કામગીરી પત્રક સ્વરૂપે તૈયાર કરી આ માહિતી રોજે રોજ કલેકટર કચેરીએ આપશે, દરેક ટીમે અર્બન હેલ્થ સેન્ટર નીચે સમાવિષ્ટ દરેક વોર્ડની સ્થળ વિઝીટ કરી ગ્રાઉન્ડ લેવલના કોવિડ-૧૯ સબંધિ પ્રશ્નો બાબતે અધિકારીશ્રીને ધ્યાને મુકવાના રહેશે, યુ.એચ.સી. પર કાર્યરત ટીમને કોવિડ-૧૯ અંતર્ગત લેવામાં આવતા સેમ્પલની પધ્ધતિ, કોરોન્ટાઈન અને કોન્ટેક્ટ ટ્રેસીંગની કામગીરીની સમયમર્યાદા વિગેરે બાબતેના પ્રશ્નો પુછી માહિતી મેળવી, ઉક્ત સર્વેલન્સની કામગીરીમાં જરૂર જણાયે અર્બન હેલ્થ સેન્ટરમાં આશા વર્કર અને મેલેરીયા લીંક વર્કરને પણ જોડી, ધનવંતરી રથમાં કોવિડ-૧૯ માટે થર્મોમીટર, પલ્સ ઓક્સીમીટર, બીપી મોનીટર, ગ્લૂકોમીટર વિગેરે અને સુદૃઢ રૂટ પ્લાન જેવી મૂળભૂત સગવડ ઉભી કરેલ છે કે કેમ તેની ખાત્રી કરવાની રહેશે તેમજ તેને સ્થાનિક આગેવાનોને સાથે રાખી કાર્યરત કરાવવામાં આવેલ છે કે કેમ તેની પણ ચકાસણી કરી, ક્વોરન્ટાઈન ફેસેલીટીમાં વધુ માણસો રહી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને
હોમ આઈસોલેશન માટે સમજૂત કરાવવામાં આવે છે કે કેમ? તેની તકેદારી રખાવશે, આરોગ્ય સેતુ એપની વિગતો મેળવી વધુમાં વધુ વ્યક્તિઓ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરે તે સુનિશ્ચિત કરશે.

Follow Me:

Related Posts