fbpx
ભાવનગર

ગારીયાધાર ના પરવડી પી એમ ચેરીટેબલ ટ્રસ્ટ નું માધવ ગૌધામ “પરહિત સરીત ધરમ નહિ”

ગારીયાધાર ના પરવડી પરમાર્થ તીર્થ એટલે માધવ ગૌધામ સેવાની ધૂણી ધખાવી ને બેઠેલા સજ્જનો ના જીવન અંજલિ થાજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું જળ થાજો દિન દુખિયા ના આંસુ લ્હો તાં અંતર કદી ન ધરજો દરેક જીવાત્મા ના કલ્યાણ ની કામના કરતા મુક સેવકો ના જીવન અંજલિ થાજો ની યુક્તિ એ પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખેની નામજ પર્યાપ્ત છે “પરહિત સરિસ ધરમ નહિ” થી કામ કરતા ટ્રસ્ટી ઓ સ્વંયમ  સેવી ની ટિમ સ્વ કેન્દ્રિત નહિ પણ અન્ય ના ભલા માટે સંસ્કૃતિ નું ચિંતન ગળથુંથી માંથી જ મેળવ્યું હોય તેમ “જીવો અને જીવવાદો” ને મૂર્તિમંત્ર બનાવી ને  જીવન ટકાવી રાખવા નો સંઘર્ષ કરતા અબોલ જીવો નો આધાર સંસ્થા માધવ ગૌધામ માં પગ મુકતા જ ઈશ્વર ની સ્વંયમ હાજરી નો ભાસ થયા વગર ન રહે   માધવ ગૌધામ પરવડી નિસ્વાર્થ સેવાવૃત્તિ થી વર્ષે દહાડે અનેકો માનવ મુલાકાતો લઈ અભિભૂત થયા વગર રહેતા નથી પરવડી ના માધવ ગૌધામ નિર્માણ ને પરમાર્થ તીર્થ તરીકે જોવે છે સદકર્મ ની દ્રષ્ટિ પણ જોઈ એ આજે સનસનાટી અને ટી આર પી ના નશા માં પ્રચાર માધ્યમો ભાન ગુમાવી કલ્યાણ લક્ષી સમાચારો ને કોમન ગણી ખૂણે ખાચરે થોડી જગ્યા આપે છે રચનાત્મક પ્રવૃત્તિ પ્રેરણાત્મક બને સારા સમાચારો સુગંધી પુષ્પો ની માફક સર્વત્ર ફેલાય તેવા અભિગમ નો ભારે અભાવ દેખાઈ છે ત્યારે મોર્ડન વિલેઝ  પરવડી ગામે “પર ની સેવા માટે પરસેવો” વહાવી દેતા ટ્રસ્ટી ઓ સ્વંયમ સેવી ની ટિમ ને શ્રેય માર્ગે ચાલવા ની પ્રેરણા મુજ હૈયા માં વહ્યા કરે શુભ થાયો આ સકલ વિશ્વ નું એવી ભાવના એ નિત્યકર્મ કરતા ઉદારદિલ દાતા સ્વંયમ સેવી ઓ સહિત ના સમર્પિત ટ્રસ્ટી ઓ દ્વારા જીવદયા માટે ત્રણ હજાર થી ચાર હજાર અબોલ જીવો ના જીવન નિર્વાહ માટે સતત પ્રયત્નશીલ બની ને અવાર નવાર ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ શિબિરો પર્યાવરણ પ્રકૃતિ માટે આશીર્વાદ રૂપ જીવામૃત ઝેર મુક્ત જીવન માટે ગાય બળદ ની મહતા દર્શવાતા સેમિનાર શિબિરો યોજી જનજાગૃતિ નું સુંદર કાર્યકરતા રહે છે અતિ લાચાર બીમાર અસાધ્ય રોગ થી પીડિત અબોલ જીવો ની સેવાશ્રુશૂતા ને સારવાર થી લાલન પાલન કરી રહ્યા છે વફાદારી ના ઉચ્ચ ગુણો ધરાવતા અબોલ જીવો ના અગણિત ઉપકાર માનવ જાત ઉપર છે તેમ જણાવતા પ્રમુખ પ્રવીણભાઈ ખેની કહે છે આર્થિક ઉન્નતિ ના આધાર બળદો ને રસ્તે રઝળતા મુકવા આ સ્વાર્થ નથી?  દુનિયા માં માનવતા હજી મરી પરવારી નથી સેવાની સરવાણી ઓ વ્હાવતા કરુણા વત્સલ્ય સ્થાન માધવ ગૌધામ ની ટિમ ના રોમે રોમ માં જીવદયા કરુણા અને અબોલ જીવો ની વ્યથા વાતવાત સાંભળવા મળે છે અબોલ જીવો ની મોટી માં કહી શક્ય તેવી સંસ્થા માધવ ગૌધામ  ના મોભી ઓ સતત કુદરતી પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિ પર્યાવરણ જળ વાયુ માં અબોલ જીવો ના અગણિત  ઉપકારો અને તેની મહત્તા દર્શાવતા કહે છે કે “જીવો અને જીવવા દો” સાત્વિક સહજ જીવન આપણી આસપાસ જીવતા દરેક જીવાત્મા ના કલ્યાણ માટે જીવદયા કરુણા રાખો નો સુંદર સંદેશ આપી રહ્યા છે 

Follow Me:

Related Posts