fbpx
ભાવનગર

ભાવનગર : મંત્રી વિભાવરીબેન કોરોના પોઝિટિવ : અમદાવાદની સરકારી હોસ્પિટલમાં થયા દાખલ

ગત સાંજે શરીરમાં કળતરની ફરિયાદ બાદ કોરોના ટેસ્ટ કરાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો, મંત્રીએ ટ્વિટર મારફત આપી જાણકારી : ટેકેદારો અને સમર્થકોમાં ચિંતા ન કરવા જણાવ્યું ભાવનગરની પૂર્વ વિધાનસભાના બેઠકના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવે કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. તેમણે પોતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી સોશિયલ મીડિયા મારફત આપી હતી અને આજ સવારથી મીડિયામાં તેમની આ ખબર છવાઈ હતી. જો કે તેમની તબિયત સારી છે અને હાલ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હોવાનું તેમણે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. ભાવનગર શહેરની પૂર્વ વિધાનસભાનું પ્રતિનિધિ કરી રહેલા ધારાસભ્ય એવમ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે હાલ ગાંધીનગર હતા. ગઈકાલે રાત્રે વિભાવરીબેનને શરીરમાં કળતર જણાતા પોતે જાગૃતિ દાખવી સામેથી કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તેનો ટેસ્ટ પોઝિટિવ આવતા અમદાવાદની સરકારી યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ થયા છે. જ્યાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. વિભાવરીબેનએ આજે ટ્વિટરના માધ્યમથી પોતે કોરોના પીઝિટિવ આવ્યા હોવાની જાણકારી આપી છેલ્લા દિવસોમાં તેમના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને સેલ્ફ આઇસોલેટ થવા અને ટેસ્ટ કરાવી કાળજી લેવા અનુરોધ કર્યો હતો. વિભાવરીબેન કોરોના પોઝિટિવ આવતા જ તેમના સમર્થકો, ટેકેદારો અને મતદારોમાં ચિંતા પ્રસરી છે અને તેઓ જલ્દી સ્વસ્થ થઈ લોકસેવામાં પાછા ફરે તે માટે સોશિયલ મીડિયામાં શુભકામનાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન આજકાલ સાથેની ટેલિફોનિક વાતચીતમાં મંત્રી વિભાવરીબેનએ પોતે સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. કુદરતી ઉપચાર કેન્દ્રમાં હતા વિભાવરીબેન રાજ્ય મંત્રી વિભાવરીબેન નૂતન વર્ષના દિવસોમાં ભાવનગર હતા બાદ ભાઈબીજથી કુદરતી ઉપચાર કેન્દ્રમાં નેચરોપેથી અને યોગ આધારિત સારવાર લઈ રહ્યા હતા દરમિયાન તેઓને ગઈકાલે સાંજે શરીરમાં કળતર લાગતા તેમણે સામેથી કોરોના ટેસ્ટ કરાવેલ જે રિપોર્ટ પોઝિટિવ આવેલ. આથી તેઓ અમદાવાદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે.

Follow Me:

Related Posts