fbpx
ભાવનગર

આવતી કાલે શનિવારે મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી ભાવનગર જિલ્લાની મુલાકાતે

મુખ્યમંત્રી બુધેલ ખાતે રૂા. ૩૭૬.૧૯ કરોડના ખર્ચે ૧૮ કરોડ લીટર દૈનિક ક્ષમતાની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરશે

ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય, શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારો મળી કુલ ૬૧૨ ગામો અને ૨૦ શહેરોની ભવિષ્યની કુલ ૪૩ લાખની વસ્તીને આવનારા સમયમાં અપૂરતા, અનિયમિત કે ક્ષારયુક્ત પાણી જેવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે નર્મદા તેમજ મહી પરીએજ યોજના આધારિત અંદાજે ૩૭૬.૧૯ કરોડના કામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે આવતીકાલે સવારે ૧૦- ૦૦ કલાકે ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે કરવામાં આવશે. આ યોજનાના કામો પૂર્ણ થયેથી અને યોજના કાર્યાન્વિત થયેથી ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય, શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારો ના કુલ ૬૧૨ ગામો અને ૨૦ શહેરોની ભવિષ્યની કુલ ૪૩ લાખની વસ્તીને વધારાના પીવાના પાણીનો લાભ મળી શકશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, સાંસદ ભારતીબેન શિયાળ, રાજ્યમંત્રી સર્વે વિભાવરીબેન દવે તથા પરષોત્તમભાઇ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ વક્તુબેન મકવાણા, ધારાસભ્ય સર્વ જિતેન્દ્રભાઇ વાઘાણી, આત્મારામ પરમાર, કેશુભાઇ નાકરાણી, આર.સી.મકવાણા, ભીખાભાઇ બારૈયા, કનુભાઇ બારૈયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/