fbpx
ભાવનગર

અમૃત ખેડુત બજાર હેઠળ ભાવનગરવાસીઓને મળ્યુ રાજ્યનું પ્રથમ પ્રાકૃતિક બજાર

તંત્રની નવતર પહેલને ખેડુતો તથા ભાવનગરવાસીનો પ્રથમ દિવસથી જ બહોળો પ્રારંભિક તબક્કે જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ૧૩૪ ખેડુતો અમૃત ખેડુત બજારમાં જોડાયા

રાજ્યમંત્રી વિભાવરીબેન દવે તથા D.D.O. વરૂણકુમાર બરનવાલે અમૃત
બજારમાંથી ખરીદી કરી પ્રાકૃતિક કૃષિ તેમજ ખેડુત આત્મનિર્ભરતાને પ્રોત્સાહનઆપ્યુ

આત્મા પ્રોજેક્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરમા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા
જવાહર મેદાનની બાજુમા, રીલાયન્સ માર્ટ સામે આવેલ જોગર્સ પાર્ક-૨ ખાતે રાજ્યની પ્રથમ એવી નવતર પહેલ શરૂકરવામા આવી છે. જેમા ભાવનગર જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતોને શહેરમા પોતાની પેદાશના વેચાણ માટેએક જગ્યા મળી રહે અને શહેરમા રહેતા લોકો જે સ્વાસ્થ જાળવવા અને નિરોગી રહેવા પ્રાકૃતિક ખોરાક લેવા ઇચ્છુકછે તેવા લોકોને સરળતાથી ગામડામા સંપુર્ણ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતો દ્વારા ઉત્પાદિત પેદાશ મળી રહે તેવાઅભિગમ સાથે અમૃત બજાર શરૂ કરવામા આવી છે. જેમા આજરોજ ભાવનગર જિલ્લાના ૧૩૪ ખેડુતો દ્વારા જુદી જુદીખેત પેદાશો અને અન્ય પ્રોસેસ કરેલી પ્રાકૃતિક પેદાશોના વેચાણનું આયોજન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગેઉપસ્થિત રહેલા રાજ્યમંત્રી વિભાવરીબેન દવે તથા D.D.O. વરૂણકુમાર બરનવાલે અમૃત ખેડુત બજારનેખુલ્લી મુકી હતી અને બજારમાંથી ખરીદી કરી પ્રાકૃતિક કૃષિ તેમજ ખેડુત આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપ્યુ હતુ.અમૃત ખેડુત બજારને ખુલ્લુ મુકતા રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યુ હતુ કે આજે લોકો અને ખેડુતો બન્નેઓર્ગેનિક તરફ વળ્યા છે ત્યારે આ બજાર બન્ને માટે યોગ્ય માધ્યમ પુરૂ પાડશે. આ બજાર થકી લોકોને અમૃત જેવુશુધ્ધ ઉત્પાદન ઘર આંગણે જ મળશે. રાસાયણીક ખાતરથી પાક મબલખ આવે છે પરંતુ તે જમીન અને સ્વાસ્થ્ય માટેહાનિકારક છે. આગળ જતા તેનાથી કેન્સર જેવા ગંભીર રોગો થવાની શક્યતા પણ રહેલી છે અને તેથી જ રાજ્યપાલઆચાર્ય દેવવ્રતજીએ પણ પ્રાકૃતિક કૃષિ માટેનુ દેશ્વ્યાપી અભિયાન ચલાવ્યુ છે.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતુ કે ભાવનગરમા ગુજરાત સરકાર દ્વારાપ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અમૃત ઉત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ ત્યારે જિલ્લાના ખેડુતો તથાશહેરીજનોની માંગ હતી કે તેઓને પ્રાકૃતિક કૃષિનુ કાયમી માધ્યમ ઉપલબ્ધ થાય. જે બાબત ધ્યાને લઇ વહીવટી તંત્રતથા ભાવનગર મહાનગરપાલિકાના સહયોગથી આ અમૃત કૃષિ બજાર ઉભુ કરવામા આવ્યુ છે. અહી સખી મંડળનાઉત્પાદનો પણ વહેચાણ અર્થે મુકવામા આવ્યા છે. જેના થકી મહિલાઓ પણ આત્મનિર્ભર બનશે. સાથે સાથે ખેડુતોનેઉત્પાદનના કાર્યક્ષમ ભાવ મળી રહેશે તેમજ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળશે.અમૃત ખેડુત બજારમા ઓર્ગેનિક શાકભાજી, અનાજ, કઠોળ, તેલ, ફળો, ગોળ, જ્યુસ, ફરસાણ, રમકડા, ફિનાઇલ,પ્રાકૃતિક દવાઓ, હળદર સહિતની જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ પ્રારંભિક તબક્કે ઉપલબ્ધ કરાવાઇ છે. અત્રેઉલ્લેખનીય છે કે આ બજાર દર રવિવારે સવારે ૭:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમ્યાન શહેરીજનો માટે ખુલ્લી રહેશે.આપ્રસંગે વેચાણ માટે આવેલા ખેડુતો તથા ખરીદી માટે આવેલા શહેરીજનોએ આ વ્યવસ્થાથી લાભાન્વીત થઇ પોતાનોરાજીપો વ્યક્ત કર્યો હતો અને આવી સુંદર વ્યવસ્થા ઉભી કરવા બદલ આત્મા પ્રોજેક્ટ તથા જિલ્લા વહીવટી તંત્રનોઆભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એસ.આર.કોસાંબી, નાયબ ખેતીવાડી અધિકારી દવે, આત્મા પ્રોજેક્ટડાયરેક્ટર બદદાણીયા, બાગાયત નિયામક વાઘમશી, યંગ ઇન્ડિયા ગૃપના સભ્યો સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/