fbpx
ભાવનગર

લોકશાહીની જન્મદાતા ભારતભૂમિ જ હોઈ શકે

બાળકીને જન્મ આપ્યા બાદ પ્રસૂતાએ મતદાન કરવા જવાનું પસંદ કર્યું

જ્યારે ભાવનગરમાં મતદાન મથકે ૧૦૮ એમ્બ્યુલન્સ આવી પહોંચી…

ભાવનગરના કુંભારવાડા મતદાન મથકે જ્યારે ભર બપોરે એમ્બ્યુલન્સ આવી પહોંચી
ત્યારે ત્યાં ઊભેલા સૌ મતદાતાઓના આશ્ચર્યનો પાર ન રહ્યો કારણ કે ત્યાંથી તો કોઈએ ૧૦૮ એમ્બ્યુલન્સનેબોલાવી ન હતી. બધા ત્યારે દંગ રહી ગયા જ્યારે 108 ની ખિલખિલાટ એમ્બ્યુલન્સમાંથી 25 વર્ષીય મહિલાવૈશાલીબહેન મકવાણા હાથમાં પોતાની મતદાન સ્લીપ લઈને નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવામાટે ઉતર્યા. વૈશાલી બહેને નગરપાલિકાની સર.ટી હોસ્પીટલમાં બાળકીને જન્મ આપ્યા બાદ પોતાના ઘરેજવાને બદલે તુરંત જ મતદાન મથકે મત આપવા જવાનું પસંદ કર્યું હતું. આ વાત જાણી મતદાન મથકેઉપસ્થિત સૌ મતદાતાઓએ પ્રસૂતાના આ જુસ્સાને બિરદાવ્યો હતો.ખરેખર લોકશાહીની જન્મદાતાભારતભૂમિ જ હોઈ શકે.

વૈશાલીબહેને મતદાન કર્યા બાદ સૌને અપીલ કરતાં જણાવ્યું હતું કે મજબૂત લોકશાહી માટે દરેક નાગરિકેઅચૂક મતદાન કરવું જોઈએ.પ્રસૂતિ બાદ સીધાં જ મતદાન કરવા જવાની મારી ઈચ્છાને સર.ટી.હોસ્પિટલના તબીબી સ્ટાફ તેમજ પરિવારજનોએ સહર્ષ સ્વીકારી અને મને મતદાન કરવાની પરવાનગીઆપી એ બદલ તેમનો પણ આભાર વ્યક્ત કરું છું.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે વૈશાલિબહેન જ્યારે મતદાન મથકમાં મતદાન કરવા ગયા ત્યારે તેમને તથાનવજાત બાળકીને 108 ની ખિલખિલાટના તાલીમબદ્ધ સ્ટાફે ખૂબ કુનેહથી સાચવ્યા હતા અને બંન્નેની પૂરતીકાળજી લીધી હતી.તેમજ હોસ્પિટલથી મતદાન મથક સુધીની 108 ની ત્વરિત કામગીરીને લીધે આજે આમતદાન શકય બન્યું હતું. અને વહિવટી તંત્ર દ્વારા દરેક મતદાન મથકો પર કરવામાં આવેલ કોવિડ-19અંગેની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન પણ આ તકે નિર્ણાયક સાબિત થયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/