fbpx
ભાવનગર

ડો.સવિતાબહેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનાં અંતર્ગત લાભાર્થી યુગલોને સહાયના ચેક અર્પણ કરતા કલેકટર


સમાજ કલ્યાણ વિભાગ દ્વાર આંતરજ્ઞાતિય લગ્નોને પ્રોત્સાહન આપવા માટે ડો.સવિતાબહેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ આજે કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ ૩ યુગલોને સહાયના ચેક અર્પણ કર્યા હતા.

આ સહાય અંતર્ગત રૂ.૫૦,૦૦૦ની સહાય ઘરવખરી માટે તેમજ રૂ.૫૦,૦૦૦ની સહાય રાષ્ટ્રિય બચત પત્રોની ફિક્સ ડિપોઝીટનાં રૂપે આપવામાં આવે છે.

હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય વ્યક્તિ સાથે જ્યારે લગ્ન કરવામાં આવે ત્યારે સમાજમાં સામાજીક સમરસતામાં લાવવા માટે આ સહાય આપવામાં આવે છે.

આ સહાયનાં ચેક અર્પણ કરતી વખતે અધિક જિલ્લા કલેકટરશ્રી બી.જે.પટેલ યુગલોના સંબંધીઓ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી આર.ડી.પરમાર ઉપસ્થિત રહ્યા હતા

.
Follow Me:

Related Posts