fbpx
ભાવનગર

માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલમાં દાતાઓ તરફ થી મળેલ ૫૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની બેંક બનાવી જરૂરિયાતમંદ દર્દી ઓને ઘેર રહી ને સુવિધા અપાશે

ઉમરાળા ના ટીમ્બિ દેશ ની એકમાત્ર કેશ કાઉન્ટર વગર ની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ નું  પરહિત સરિસ ધર્મ નહિ ભાઈ ને સાર્થક કરતું પરમાર્થ  સમગ્ર દેશ કોરોનાકાળ ના બીજા તબક્કા ની અતિ ભયંકર વિકટ પરિસ્થિતિ માં પસાર થયેલ છે આ બીજા તબક્કા માં સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર ના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારો માં ઓક્સિજન ની સુવિધા ના અભાવે ઘણી મોટી સંખ્યા દર્દી ઓએ વિકટ પરિસ્થિતિ નો સામનો કરવો પડ્યો હતો આવા કપરા સમય માં વતન ની ઘણા દૂરસદુર અમેરિકા રહી ને પણ વતન ના લોકો ની મુશ્કેલી માં મદદરૂપ થવા ની ઉચ્ચ ભાવના વાળા અમેરિકા સ્થિત ઉદારદિલ દાતા દ્વારા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ટીમ્બિ ને ૫૦ નંગ સેલ્ફ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન દાન મળેલ છે જેમાં (૧) અમરેલી ના વતની શ્રી મયુરભાઈ એલ સાવલિયા શ્રી અશિષભાઈ શેલડીયા દ્વારા ૧૦ નંગ (૨) ઢસા ના વતની શ્રી વિપુલભાઇ  રાજપરા અને શ્રી વિશાલભાઈ બાબુભાઇ રાજપરા ૧૦ નંગ (૩) શ્રી અમિતભાઈ નટુભાઈ ૧૦ નંગ (૪) વલ્લભીપુર ના વતની શ્રી ઋષિતભાઈ ભીમાણી ૧૦ નંગ (૫) અમરેલી ના વતની શ્રી જ્યેન્દ્રભાઈ કરસલીયા નંગ ૬ (૬)અમેરિકા સ્થિત શ્રી વિજયભાઈ ધરમશીભાઈ અવૈયા નંગ ૧ (૭) શ્રી દિલીપભાઈ જી કાજાવદરા નંગ ૧ (૮) શ્રી જેરામભાઈ શામજીભાઈ ઝાંઝડિયા નંગ૧ (૯) શ્રી હર્ષિતભાઈ સાવલિયા નંગ૧ એમ કુલ મળી ૫૦ નંગ  ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન મળેલ છે આ તમામ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન ટીમ્બિ હોસ્પિટલ માં ઓક્સિજન બેંક બનાવવા માં આવશે આ સુવિધા નો લાભ કાયમી ઓક્સિજન મેળવવા  જરૂરિયાતમંદ દર્દી ઓને શરતો આધીન તેમના ઘરે રહી લઈ શકશે તેવી સુંદર સંચાલન વ્યવસ્થા માટે ઓક્સિજન બેંક કાર્યરત કરાશે

Follow Me:

Related Posts