ભાવનગરમાં કોરોનામાં ભોજન સેવા આપનાર રામવાડી સંસ્થાનું સન્માન

બ્રહ્મસેના દુર્ગાસેનાના આયોજન સાથે ભાવનગરમાં બ્રહ્મસમાજ રામવાડી સંસ્થાનું સન્માન કરાયું.
કોરોના દરમિયાન તમામ જ્ઞાતિના દર્દી માટે ભોજન સુવિધા આપનાર આ સંસ્થાનું રાજ્યના મંત્રી શ્રી વિભાવરીબેન દવે, ધારાસભ્ય શ્રી કનુભાઈ બારૈયા, રાજ્યના બ્રહ્મસમાજ અગ્રણી શ્રી મિલનભાઈ શુક્લ અને નગરસેવકો આગેવાનોની શુભકામના સાથે સન્માન કરાયુ.
બ્રહ્મસેનાના શ્રી ભાવેશભાઈ રાજ્યગુરુ અને દુર્ગાસેનાના શ્રી નીતાબેન રાજ્યગુરુના સંકલન સાથેના આ કાર્યક્રમ પ્રારંભે શ્રી જગદીશભાઈ ધાંધલ્યાએ આવકાર આપેલ.
રામવાડી સંસ્થાના શ્રી કિરીટભાઈ પંડ્યા, શ્રી કુંતલભાઈ ત્રિવેદી તથા શ્રી પ્રભાકરભાઈ વ્યાસ સાથે સહયોગીઓનું વિવિધ પેટા જ્ઞાતિ દ્વારા પણ અભિવાદન કરાયું હતું.
સમગ્ર સંચાલનમાં શ્રી નરેશભાઈ મહેતા રહ્યા હતા.
Recent Comments