પાંચતલાવડા ગામે વરસાદથી પાણી ભરાતા દેવળિયા બાજુનો રસ્તો બંધ,નેતાઓ અને અધિકારીઓ સમસ્યા ઉકેલવા માટે નીરસ

સંપિલા અને પ્રગતિશીલ પાંચતલાવડા ગામે વરસાદથી પાણી ભરાતા દેવળિયા ગામ બાજુનો સીમનો રસ્તો બંધ થતાં પરેશાની છતાં નેતાઓ અને અધિકારીઓ સમસ્યા ઉકેલવા માટે નીરસ જ રહ્યા છે.
ભાવનગર જિલ્લાના સણોસરા પાસેના સંપિલા અને પ્રગતિશીલ પાંચતલાવડા ગામે સરકારની યોજનાઓ સાથે ગ્રામપંચાયત દ્વારા દેખરેખ રાખી મનરેગા કામ વડે તલાવડાનું સુંદર કામ થયું, પરંતુ અહીંયા વરસાદ થતાં તલાવડામાં પાણી ભરાતા સિમ વાડીનો રસ્તો બંધ થઈ ગયો છે.
સરપંચ શ્રી બાલાભાઈ ડાંગર દ્વારા સ્થાનિક તંત્રમાં અનેક રજૂઆતો થઈ છે, પરંતુ કોઈ પગલાં ભરાતા નથી. અહીંયા આ રસ્તાના ભાગ પર ભૂંગળા મૂકી માટી કામ કરવામાં આવે તો પ્રશ્ન ઉકલી શકે તેમ છે, આમ છતાં નેતાઓ અને અધિકારીઓ આ સમસ્યા ઉકેલવા માટે નીરસ જ રહ્યા છે. અહીંયા ખેડૂતો અને ખેતમજૂરો ના છૂટકે આ પાણીમાં જોખમી રીતે આવ જા કરે છે, પણ તંત્રને કશી પડી નથી.
Recent Comments