fbpx
ભાવનગર

મોટી રાજસ્થળીના ગ્રામજનોએ મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે તળાવડાના કાંઠે ૧૦૦૮ પીપળા રોપણ કર્યું

ખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રી નાનુભાઈ ડાખરાનાં પ્રાણવાયુના સરોવર નિર્માણને બિરદાવ્યું


મોટી રાજસ્થળી ગામે અષાઢી બીજના દિવસે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૦૦૮ પીપળા રોપણ કરી અહીંના તલાવડાને પ્રાણવાયુનું સરોવર નિર્માણ કરવા અભિયાન શરૂ કર્યું છે, આ અભિયાન સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્ર પાઠવી આયોજનને બિરદાવ્યું છે.
પ્રાણવાયુ અને પર્યાવરણ બાબતે સર્વત્ર ઉભી થયેલી કપરી પરિસ્થિતિમ્સ મોટી રાજસ્થળીના વતની અને અગ્રણી નાનુભાઈ ડાખરાના સંકલ્પ અનુસાર પ્રકૃતિ ઋણ સમર્પણ અભિયાન અંતર્ગત શ્રી હરિહરાનંદજી સ્વામી, રમેશભાઈ શુક્લ, મૂકેશબાપુ સાથે ધારાસભ્ય ભિખાભાઈ બારૈયા, ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ શિહોરા, મૂકેશભાઈ લંગાળિયા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પીપળા રોપણ કરવામાં આવ્યું હતું.


આ અભિયાન સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાઠવેલ પત્ર સંદેશામાં સમાજ માટે પ્રેરક પગલું ગણાવી ધન્યવાદ પાઠવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગ્રામપંચાયત, વનવિભાગ, શાળા પરિવારના સંકલનમાં બહાર વસતા દાતા ઉદ્યોગપતિઓનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે. અહીંયા સહયોગી યુવાનોને સન્માનપત્રો પણ એનાયત કરાયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/