fbpx
ભાવનગર

આજથી ધોરણ- ૧૦ અને ધો- ૧૨ ની રીપીટર પરીક્ષાનો પ્રારંભ

ભાવનગરમાં આજથી ધોરણ- ૧૦ અને ધો- ૧૨ ની રીપીટર પરીક્ષાનો પ્રારંભ થયો છે. કોરોનાને કારણે વિલંબિત પરીક્ષા કોરોનાનો પ્રભાવ ઓછો થતાં કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે આજથી શરૂ થઇ છે.

 આ પરીક્ષાઓ ધોરણ- ૧૦ માટે તા. ૧૫-૦૭-૨૦૨૧ થી તા. ૨૭-૦૭-૨૦૨૧ સુધી, ધોરણ- ૧૨ (સામાન્ય પ્રવાહ)ની તા. ૧૫-૦૭-૨૦૨૧ થી તા. ૨૮-૦૭-૨૦૨૧ સુધી અને ધોરણ- ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષા તા. ૧૫-૦૭-૨૦૨૧ થી તા. ૨૬-૦૭-૨૦૨૧ સુધી લેવામાં આવશે.

આ પરીક્ષામાં ધોરણ- ૧૦ ના ૨૩,૩૪૬ અને ધોરણ- ૧૨ (સા.પ્ર.) ના ૭,૩૮૪ અને ધોરણ – ૧૨ (વિ.પ્ર.) ના ૧,૦૦૮ વિદ્યાર્થીઓ એમ કુલ મળી ૩૧,૭૩૮ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા માટે કુલ- ૧,૨૯૭ બ્લોક અને ૧૪૪ બિલ્ડીંગમાં પરીક્ષા લેવામાં આવશે. આજથી પરીક્ષાઓની શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત થઇ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/