fbpx
ભાવનગર

ભાવનગર સરકારી જિલ્લા પુસ્તકાલય દ્વારા મહિલા સશક્તિકરણ જાગૃતિ રેલી યોજાઇ

        રાજા રામ મોહનરાય લાઈબ્રેરી ફાઉન્ડેશન, કલકત્તા અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગ્રંથાલય ખાતા હસ્તકના સરકારી જીલ્લા પુસ્તકાલય, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે આધુનિક ભારતના પિતા શ્રી રાજા રામ મોહનરોયની ૨૫૦ મી જન્મજયંતિ નિમિતે મહિલા સશક્તિકરણ અંગેનો સંદેશો આપતી જાગૃતિ રેલી યોજવામાં આવી હતી.

        જેમાં માજીરાજ ગર્લ્સ હાઇસ્કુલ, મુક્તાલક્ષ્મી વિદ્યાલય અને માજીરાજ પ્રાથમિક શાળાની અંદાજે ૪૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. વિદ્યાર્થીનીઓ ભારત “માં”, રાણી લક્ષ્મીબાઈ, મધર ટેરેસા બનીને રેલીમાં જોડાઈ હતી. રેલીનું પ્રસ્થાન મેયરશ્રી એ કરાવ્યું.  

        આ તકે મેયર શ્રીમતિ કીર્તિબેન દાણીધારિયાએ જણાવ્યું હતું કે આજની યુવતીઓ દરેક ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ મહિલાઓ માટેની અનેક યોજનાઓ બનાવવામાં આવી છે આ ઉપરાંત તેમણે શ્રી રાજા રામ મોહન રોય અંગે પ્રેરણાત્મક વ્યાખ્યાન રજુ કર્યુ હતું. 

        આ રેલીનું પ્રસ્થાન મેયરશ્રી કીર્તિબેન દાણીધારિયા, મદદનીશ ગ્રંથાલય નિયામકશ્રી આર. ડી. પરમાર, સરકારી જીલ્લા પુસ્તકાલય, ભાવનગરના ગ્રંથપાલશ્રી ડો. આર. ડી. પરમાર દ્વારા કરાવવામાં આવ્યું.         આ તકે નિયામકશ્રી ગ્રંથાલય ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પ્રતિનિધિ શ્રી બીન્દીયાબેન સાગર, નરેશભાઈ પટેલ, શ્રી વિવેકભાઈ સંઘવી, શ્રી ચેતનભાઈ ઘટાડ, શ્રી કિશોરભાઈ રાવલ તથા ભાવનગર સરકારી જિલ્લા પુસ્તકાલયનો કર્મચારીગણ જોડાયા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/