fbpx
ભાવનગર

વિસરાયેલા વીરોની વાત એટલે વિરાંજલિ -શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘માં’ ભારતીના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને નમન કરવાનો પુણ્ય અવસર આપતો એક ભવ્ય મલ્ટીમીડિયા શો એટલે ’વિરાંજલિ’… વિસરાયેલા વીરોની વાત એટલે વિરાંજલિ… એમ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ’વિરાંજલી’ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

        તેમણે જણાવ્યું કે, વિરાંજલિ સમિતિ દ્વારા અનોખો પ્રયોગ કરીને મલ્ટીમીડિયા શો દ્વારા નાટ્ય સ્વરૂપે ભાવનગરમાં આ ૧૪ મો શો યોજનાર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરણાથી આ કાર્યક્રમ યુનિવર્સિટીના પરેડ ગ્રાઉન્ડ ખાતે આગામી તા. ૨૫ ઓગસ્ટના રોજ રાત્રે ૮-૦૦ કલાકે યોજાશે.

        આ વિરાંજલિ કાર્યક્રમ દ્વારા દેશભક્તિ માટે ખૂબ મોટું કામ થઈ રહ્યું છે. ’હર ઘર તિરંગા’ દ્વારા દેશભક્તિની નવી ઊંચાઈ આપણે મેળવી હતી. ત્યારે આ ગુજરાતનો સૌથી મોટો અને પહેલો શો છે જે જાણીતા લોકસાહિત્યકારશ્રી સાંઈરામભાઈ દવે દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે.

તેઓની એક આગવી ઓળખ અને પ્રતિભા છે. અને તેઓના લાખો ચાહકો છે. તેઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવનાર આ શો ભાવનગરે કોઇ દિવસ ન જોયો હોય તે પ્રકારનો અદભુત શો યોજાવાં જઈ રહ્યો છે. રાષ્ટ્રભક્તિ સાથે દેશને આગળ લઈ જવાં માટે આ કાર્યક્રમમાં જોવાં, સાંભળવાં, નિહાળવાં અને માણવાં માટે તેમણે ભાવનગરવાસીઓને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું.

        તેમણે આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રીશ્રી, સાંસદશ્રી, નગરના શ્રેષ્ઠીઓ અને મહાનુભાવો જોડાશે તેમ પણ વધુમાં જણાવ્યું હતું.

        આ અંગે લોકસાહિત્યકારશ્રી સાંઈરામ દવેએ જણાવ્યું કે, આ કાર્યક્રમ દ્વારા મોરપીંચ્છ અને તિરંગો બંને એકસાથે ભેગાં થવાં જઈ રહ્યાં છે. ૧૫૦ કલાકારો દ્વારા આયોજિત આ ૧૮૫૭ થી ૧૯૩૭ સુધીની આપણાં સ્વાતંત્ર સંગ્રામની યાત્રા દર્શાવતો શો છે. પ્રદિપસિંહ વાઘેલા દ્વારા સાણંદના બકરાણાથી શરૂ કરવામાં આવેલ આ કાર્યક્રમનો આ ૧૪ મો શો યોજાવાં જઇ રહ્યો છે. આઝાદી પછી પહેલીવાર તિરંગો આપણાં ઘરે આવ્યો છે ત્યારે તેને માણવાં માટેનું તેમણે ભાવેણાવાસીઓને આમંત્રણ આપ્યું હતું.

        તેમણે વધુમાં જણાવ્યું કે, રંગભૂમિના ઇતિહાસમાં ન બન્યું હોય તેવું ડાન્સ, ડ્રામા અને ઈમોશન સાથેનું તાદ્રશ્ય વર્ણન હૃદયસ્પર્શી છે. કિર્તીદાન ગઢવી, ભૌમિક, ગીતા રબારી, દિવ્યાકુમાર સહિતના કલાકારોએ તેમાં ગાયું છે ગુજરાતીમાં ઝાંસીની રાણી પરનું સૌપ્રથમ ગુજરાતી ગીત તેમાં રજૂ થવાં જઈ રહ્યું છે.

        અમેરિકામાં જે રીતે બ્રોડવેમાં પ્રયોગો થાય છે તે રીતે વિરાંજલિ વ્હાલથી જીવશે. એ પ્રકારે તે રીતે તેને લાવવાનું સદભાગ્ય મને મળ્યું છે તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો.

        મોતીઓની માળા પરોવવાનો આ કાર્યક્રમ છે તેમ જણાવી તેમણે શહીદોની પૂર્વગાથાઓ સાથે દેશવાસીઓને શું કરવું તે વિશેની વાત આ શો માં છેલ્લી સાત મિનિટમાં દર્શાવવામાં આવી છે. આમાં, સૌરાષ્ટ્ર, જામનગરના કલાકારો ભાગ લઇ રહ્યાં છે.

        આ બેઠકમાં ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવે, ડેપ્યુટી મેયરશ્રી કૃણાલભાઈ શાહ, શહેર ભા.જ.પ.ના પ્રમુખશ્રી ડો. રાજીવભાઈ પંડ્યા, કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/