વિરાંજલિ કાર્યક્રમ અંગે શહેરના કલા સાથે નિસબત ધરાવતાં લોકો સાથે બેઠક યોજતાં શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી
શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ આગામી તા. ૨૫ ઓગસ્ટના રોજ ભાવનગર ખાતે યોજાનાર ’વિરાંજલિ’ કાર્યક્રમ અંગે શહેરના કલા સાથે નિસબત ધરાવતાં લોકો સાથે બેઠક યોજી હતી.
તેમણે આ બેઠકમાં કલા અને સાહિત્ય સાથે નિસબત ધરાવનાર લોકો જોડાય તે માટે અનુરોધ કરતાં જણાવ્યું કે, ભાવનગરની ધરતી પર પ્રથમ વખત આ પ્રકારનો ભવ્ય કાર્યક્રમ યોજવાં જઈ રહ્યો છે ત્યારે આપણે સૌ સાથે મળી તેમાં સહભાગી થઈને આ કાર્યક્રમને ઉજળો બનાવીએ અને દિપાવીએ તે માટેનો અનુરોધ કર્યો હતો.
સ્વયંસેવી સંસ્થાઓ, કલાકાર જૂથના લોકોએ આ અંગે પોતાના મંતવ્યો જણાવ્યાં હતાં અને મંત્રીશ્રીએ આ બધા સૂચનોનો સમાવેશ કરીને એક સુંદર મજાનો કાર્યક્રમ ભાવનગરની ધરા પર યોજાય અને તેમાં સૌ સહભાગી થઈએ તે માટેનું ઇજન આપ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવે, ડેપ્યુટી મેયરશ્રી કૃણાલભાઈ શાહ, શહેર ભા.જ.પ.ના પ્રમુખશ્રી ડો. રાજીવભાઈ પંડ્યા, કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments