રાષ્ટ્રભક્તિને અનોખી રીતે રજૂ કરતો મેગા મ્યુઝિકલ ડ્રામા “વીરાંજલિ’
રમતગમત, યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ’આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આઝાદીનો રક્તનિતરતો વયસ્પર્શી ઇતિહાસ રજૂ કરતો ગુજરાતનો સૌ પ્રથમ મેગા મ્યૂઝિકલ ડ્રામા વીરાંજલિ’. આ માત્ર ડ્રામા નથી પરંતુ એક એક્સપીરીયન્સ છે. ઉપસ્થિત પ્રત્યેક શ્રોતાને હૃદયથી ભીંજવે અને આજના યુવાનને દેશભક્તિની સાચી દિશા ચિંધે છે. આપણો દેશભક્તિ ક્યાંકને ક્યાંક સીઝનલ થઈ રહી છે. વતન માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીરોના બલિદાનને ગુજરાતના ઘરઘરમાં ગુંજતા કરવાના આશયથી આ વીરાંજલિ મલ્ટી મીડિયા શોનું આયોજન થયેલ છે.
યુવાનોને ગમે અને ગળે ઉતરે એવી શૈલીમાં અત્યાધુનિક સ્ટેજ અને સ્ક્રીન પ્લે સાથેના, વીરાંજલિ સમિતિ, પ્રદીપસિંહ વાઘેલા પ્રેરિત આ વિરાંજલિ કાર્યક્રમ ગુજરાતના વિવિધ શહેરોમાં રજૂ કરાશે. દેશ માટે ફાંસીના તખ્તા પર ચડનારા ભગતસિંહ – સુખદેવ અને રાજ્યગુરુના જીવન અને કવનને ખૂબ જ સચોટ અને રસાળ શૈલીમાં સાંઇરામ દવેએ લખ્યું છે.
દેશભક્તિના ગીતો સાથે રજૂ થનાર ગુજરાતનો સૌથી મોટો મલ્ટી મીડિયા શો
વીરાંજલિ કાર્યક્રમમાં નાટક સ્વરૂપે દેશભક્તિ અને અવનવાં દેશભક્તિના ગીતો સાથે મલ્ટી મોડિયા શો રજૂ કરવામાં આવશે. તેમાં ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ તેમજ રાજગુરુના જીવનની ઝાંખી બતાવવામાં આવશે. આ કાર્યક્રમ માટે તદ્દન નવા દેશભક્તિ ગીતોની રચના કરાઇ છે. જેને કિર્તીદાન ગઢવી, દિવ્યા કુમાર, ઓસમાણ મીર, ગીતા રબારી તયા ભૌમિક શાહે સ્વર આપ્યો છે. તેમજ રાહુલ મુંજારીયાએ એકદમ ફ્યુઝન સાઉન્ડ ટ્રેક પર સંગીતબદ્ધ કર્યા છે. ’વીરાંજલિ’ ડ્રામાને દિગ્દર્શક વિરલ રાચ્છે ડિરેક્ટ કર્યું છે તથા અંકુર પઠાણે કોરિયોગ્રાફી કરેલ છે. સમગ્ર ઇવેન્ટ ધ વિઝ્યુલાઇઝરના સી.ઇ.ઓ.શ્રી જીતેન્દ્ર બાંધણીયા દ્વારા કો-ઓર્ડિનેટ કરવામાં આવી છે.
સાંઇરામ દવેએ સમગ્ર સ્ક્રીપ્ટ લખી છે. તથા તેઓ સૌ પ્રથમવાર આ ડ્રામામાં અભિનય કરી રહ્યાં છે. ’વિરાંજલિ’ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવાના ઉમદા હેતુથી યુવાનો માટે સવિશેષ રૂપે તૈયાર કરેલ ડ્રામા છે. આ કાર્યક્રમ તદન નિઃશૂલ્ક છે. પરંતુ પ્રવેશ માટે કાર્ડ મેળવી લેવાં જરૂરી રહેશે. નવી પેઢીમાં રાષ્ટ્રભક્તિના સંસ્કારો જાગૃત થાય એવા ઉદ્દેશથી બનાવેલ છે. કાળની રેતીમા ગર્ત થયેલાં ક્રાંતિવીરોની કેટલીય સાવ અજાણી દિલધડક વાતો માણવાં માટે તૈયાર રહેજો. વધુ વિગત માટે www.viranjali.com વેબસાઇટ પર મુલાકાત લો.
Recent Comments