fbpx
ભાવનગર

મોટી પાણીયાળી કે.વ શાળા દ્વારા પાણીમાં ડૂબતી વ્યક્તિને બચાવવા સહિતની વિવિધ મોકડ્રીલ યોજવામાં આવી

મોટી પાણીયાળી કે.વ શાળા દ્વારા પાણીમાં ડૂબતી વ્યક્તિને બચાવવા સહિતની વિવિધ મોકડ્રીલ યોજવામાં આવી. પાલીતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ શાળાનાં આચાર્ય બી.એ.વાળા દ્વારા આકસ્મિક પરિસ્થિતિમાં ડૂબતી વ્યક્તિને કેવી રીતે બચાવી શકાય તે અંગેની મોકડ્રીલ ચેકડેમમાં કરવામાં આવી હતી જયારે બહુમાળી બિલ્ડીંગમાં આગ લાગે ત્યારે બિલ્ડીંગમાં ફસાયેલ વ્યક્તિઓને બચાવવા અંગેનું નિદર્શન શાળાના શિક્ષક કરમશીભાઈ ખસિયા અને જયવંતભાઈ વાઘેલા તથા રાહુલભાઈ ખેરાળા દ્વારા કરવામાં આવ્યું હતું.

તેમજ ભૂકંપ સમયે બચાવ માટેનું મોકડ્રીલ શૈલેશભાઇ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ. શાળાના બાળકો ભવિષ્યમાં કોઈપણ આકસ્મિક અને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો સારી રીતે કરી શકે તે માટે  દરેક મોકડ્રીલ અંગે શાળાના આચાર્ય બી.એ.વાળા દ્વારા બાળકોને દરેક બાબતની વિગતે સમજણ આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/