ભાવનગરના સોનગઢ ખાતે શાક માર્કેટમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી

સમગ્ર રાજ્યમાં અત્યારે ”સ્વચ્છતા હી સેવા અભિયાન” માં બહોળી સંખ્યામાં નાગરિકો ભાગ લઈ રહ્યા છે. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના જાહેર માર્ગોની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો જોડાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આગામી તા.25 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય તથા શહેરી શાકભાજી માર્કેટ અને બાગ-બગીચાઓની સફાઈ હાથ ધરવામાં આવશે જે અંતર્ગત ભાવનગર જિલ્લાના શિહોરના સોનગઢ ખાતે શાકમાર્કેટની સફાઇ કરવામાં આવી હતી.
Recent Comments