fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા વિધાનસભા પરિણામને વધામણાં

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપનો વિજય રાષ્ટ્રિય વિચારધારા સાથે વિકાસનું પરિણામ ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા વિધાનસભા પરિણામને વધામણાં ભાવનગર રવિવાર તા.૩-૧૨-૨૦૨૩ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી પરિણામમાં ભાજપનો વિજય એ રાષ્ટ્રિય વિચારધારા સાથે વિકાસનું પરિણામ હોવાનું જણાવી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા વધામણાં કરાયાં છે.

ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણા સાથે મહામંત્રી શ્રી ચેતનસિંહ સરવૈયા (સી.પી.), શ્રી ભરતભાઈ મેર તથા શ્રી રાજેશભાઈ ફાળકી સાથે જિલ્લા સંગઠન અને કાર્યકર્તાઓએ ભાજપના ભવ્ય વિજયને વધાવ્યો છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્ર વિકાસ માટેના સતત પ્રયત્નો અને રાજ્યોના વિકાસ માટેની ખેવના સમગ્ર વિશ્વમાં મોખરે છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી પરિણામમાં ભાજપનો ભવ્ય વિજય એ રાષ્ટ્રિય વિચારધારા સાથે વિકાસનું પરિણામ છે. આ રાજ્યોમાં ભાવનગર સહિત ગુજરાત અને દેશના અન્ય ભાગોમાંથી પણ ભાજપ કાર્યકર્તાઓ પણ ચૂંટણી દરમિયાન જોડાયા હતા ત્યારે આ મહેનત રંગ લાવી છે, જેનાથી ભાવનગર જિલ્લા ભાજપમાં હરખ રહ્યો છે તેમ જિલ્લા ભાજપ પ્રવક્તા સંયોજક શ્રી કિશોર ભટ્ટ તથા પ્રચાર સહ સંયોજક શ્રી મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/