fbpx
ભાવનગર

ભાવનગરના રક્ષા શુક્લને  અતૂલ્ય વરસો આઇડેન્ટિટી એવોર્ડ

તાજેતરમાં ભાવનગરના સુપ્રસિદ્ધ કવયિત્રી રક્ષા શુક્લનાં એમનાં નારીશક્તિના સાહિત્યસર્જનને અનુલક્ષીને અતૂલ્ય વરસો આઇડેન્ટિટી એવોર્ડ ગાંધીનગર ખાતે અર્પણ થયો હતો. પદ્મશ્રી જોરાવરસિંહ જાદવની વિશેષ ઉપસ્થિતિમાં સમાજસેવિકા મિતલ પટેલના વરદ હસ્તે આ સન્માન થયું હતું. થોડા સમય એમને પહેલા રાજ્યપાલના હસ્તે ‘સંસ્કાર વિભૂષણ’ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો.

રક્ષા શુક્લ લિખિત અને ગુજરાત સાહિત્ય અકાદમી અકાદમી પ્રકાશિત પદ્મશ્રી મહિલાની સિદ્ધિ અને સંઘર્ષને આલેખતું પુસ્તક ‘તેજસ્વિની’ને સર્વશિક્ષા અભિયાને માન્ય કરી સમગ્ર ગુજરાતના પુસ્તકાલયમાં પહોંચાડ્યું છે. મુખ્યમંત્રીના હસ્તે ‘વનિતાવિશેષ’ સન્માન અને ભારત સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘ભારતની ૭૫ સર્વશ્રેષ્ઠ મહિલાઓ’ સન્માન મળી ચૂક્યું છે. આકાશવાણીના રાષ્ટ્રીય કવયિત્રી સન્માન પ્રાપ્ત કરનાર ભાવનગરના એક માત્ર કવયિત્રી છે. દસથી વધુ દેશની સંસ્કૃતિક યાત્રા કરી છે. વીસથી વધુ પુસ્તકો પ્રગટ થઇ ચુક્યા છે. ગાયક, ચિત્રકાર અને વક્તા તરીકે પણ કાર્યરત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/