ભાવનગરના થર્ડ રીવાઇઝ ડેવલોપમેન્ટ પ્લાન વિઝન-૨૦૪૧ કાર્યક્રમ ઇસ્કોન ક્લબ, જવેલર્સ સર્કલ,
ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, ભાવનગર તથા ભાવનગરની
આસપાસ આવનાર સમયમાં વિકાસની નવી ક્ષિતિજો ખૂલવાની છે. તેમણે કહ્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૦૫ માં શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી હતી, જેના પરિણામે
ગુજરાત આજે શહેરી વિકાસમાં સમગ્ર દેશમાં રોલ મોડલ બન્યું છે. ૨૦ વર્ષ બાદ ગુજરાત સરકારે મુખ્યમંત્રી શ્રી
ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ૨૦૨૫ ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર શહેર માટે
ભાવિ વિકાસલક્ષી વિકાસકાર્યોને ધ્યાને લઈને વિચાર વિમર્શનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
ભાવનગર સૌરાષ્ટ્ર પૂર્વનો વિસ્તાર ધોલેરા/અલંગ ઓથોરીટી, ઘોઘા, પીપાવાવ પોર્ટ વિગેરે સમુદ્રથી સમૃદ્ધિની
દિશામાં મેન્યુફેક્ચરીંગ, ફીશરીઝ, ઈમ્પોર્ટ એક્સપોર્ટની રીતે રોજગારીની અનેક તકો ઉભી કરી ઔધોગીક વિકાસ પામી
રહી છે. રેલ્વે, ધોલેરા, ભાવનગર એરપોર્ટ, નેશનલ હાઈવે, એક્સપ્રેસ હાઈવે, સી લીંક હાઈવે, પોર્ટ વિગેરે વિવિધ
ટ્રાન્સપોર્ટશનની રીતે સુવ્યવસ્થિત દેશ/દુનિયા સાથે સંકળાયેલા છે.
આમ, ભવિષ્યમાં વિકાસની ઉજળી તકો જોતા સૌરાષ્ટ્ર પૂર્વમાં સુખ-સુવિધા, આરોગ્ય, શૈક્ષણિક, રોજગારી,
સુરક્ષા, ટ્રાન્સપોર્ટેશન, કુદરતી રિ-સોર્સની જાળવણી, જરૂરી કુદરતી વોટરબોડી માટે આયોજન,ગીર નેશનલ પાર્કનું
પ્રોટેક્શન, એક્સટેન્શન, કુદરતી ડીઝાસ્ટર વિગેરે અનેક પરિબળો ધ્યાને લઈ ભાવનગર શહેરનું સુ-આયોજન
અત્યારથી કરવું ઘણું જરૂરી છે.
સૌરાષ્ટ્ર પૂર્વ વિસ્તારમાં સ્થિત ભાવનગર ભારતની આઝાદીમાં સૌપ્રથમ યોગદાન આપનાર મહારાજા શ્રી
કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી ગોહિલ દ્વારા પોતાનું રાજ્ય ભારત માતાની સેવા માટે સમર્પિત કરવામાં આવ્યું હતું
ત્યારબાદ સરકારશ્રી દ્વારા બી.એમ.સી. / બાડાના પ્લેટફોર્મથી ડી.પી./ ટી.પી. ની રીતે આયોજનબદ્ધ જાહેર સુવિધાઓ
તમામ નાગરિકોને મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. વર્ષ-૨૦૨૫ નું વર્ષ ‘શહેરી વિકાસ વર્ષ’
તરીકે ગુજરાત સરકારશ્રી દ્વારા ઉજવી સમગ્ર ભારતમાં વિકાસ ક્ષેત્રે અગ્રેસર રહી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ છે.
ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ(બાડા) દ્વારા સૌરાષ્ટ્ર પૂર્વ ગુજરાત રાજ્ય, ભારત દેશના વિકાસ લક્ષી
આયોજનો/સંભાવનાઓ ધ્યાને લઇ આ વિસ્તારમાં ભાવનગર શહેર તમામ રીતે સક્ષમ રહે તે માટે ભાવનગર શહેર
માટે થર્ડ ડેવલપમેન્ટ પ્લાન બનાવવા જઈ રહી છે. જેમાં તજજ્ઞશ્રીઓ દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મેયર શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર
શ્રીમતિ મોનાબેન પારેખ, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર શ્રી ડૉ. એન.
કે. મીના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના મુખ્ય કારોબારી
અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી જયશ્રીબેન જરૂ, આગેવાન શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ
સહિત શહેરના આગેવાનો, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments