ભાવનગર

ભાવનગરમાં પુરાતત્ત્વીય અને ધાર્મિક મહાત્મ્ય ધરાવતા ભાવનાથ મહાદેવ

ભાવનગરમાં ત્રણ શિવલિંગ સાથે પાંચ ગણપતિ અને નવદુર્ગા સ્થાન ધરાવતું આસ્થા સ્થાન એટલે પુરાતત્ત્વીય અને ધાર્મિક મહાત્મ્ય ધરાવતા ભાવનાથ મહાદેવ સ્થાન છે.

ગોહિલવાડ રાજવીની ભૂમિમાં અનેક સ્થાનો આસ્થા, ઈતિહાસ અને સ્થાપત્ય વૈવિધ્ય ધરાવતાં નિર્માણ થયેલાં છે. ભાવનાથ મહાદેવ સ્થાન ત્રણ શિવલિંગ સાથે વિવિધ જગ્યા પર પાંચ ગણપતિ અને શિવજી પાછળ નવદુર્ગા સ્થાન સાથે કાકા બળિયા બેઠક ધરાવતું આસ્થા સ્થાન છે.

આ આસ્થા સ્થાન એટલે પુરાતત્ત્વીય અને ધાર્મિક મહાત્મ્ય ધરાવતા ભાવનાથ મહાદેવ સ્થાનમાં વાસ્તુ સ્થાપત્ય શૈલી વિશેષ છે. નાગર શૈલીનાં શિખર અને ફરતી બાજુએ શંકુ આકારની પ્રતિકૃતિઓ જે ૧૭મી સદીની સ્થાનિક શૈલી દર્શાવે છે. સાદી દિવાલો ઉપર ખાલી રહેલાં ગવાક્ષો પર ઈલિકા ભાતનું અલંકરણ હાલ પણ દૃશ્યમાન છે. આથી સરકાર દ્વારા આ સ્થાન રક્ષિત કરાયેલ છે.

ભાવનગરમાં જમાદાર શેરીમાંથી ગંગાજળિયા તળાવ જવાની શેરીમાં ભાવનાથ મહાદેવ સાથે દેવ દેવીઓની સ્થાનક દર્શનીય રહ્યું છે.

Related Posts