ભાવનગર

મહુવા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષે ૭૦૦ થી વધુ વાનગીઓનો ‘ભવ્ય અન્નકૂટ ઉત્સવ’ યોજાશે

ભારતીય ભક્તિ પરંપરાના મહત્વપૂર્ણ ઉત્સવ, અન્નકૂટોત્સવનો મહિમા BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સમગ્ર વિશ્વમાં વિસ્તૃત થયો છે. તે જ પરંપરામાં ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપા અને પ.પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી નૂતન વર્ષ નિમિત્તે મહુવા ખાતે ૭૦૦ કરતાં વધુ શુદ્ધ શાકાહારી વાનગીઓનો ભવ્ય મહાઅન્નકૂટ ઉત્સવ યોજાનાર છે. મહુવા શહેરમાં ત્રણ જુદા જુદા સ્થાનો બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજના જન્મસ્થાન ખાતેઃ તા. ૨૦ ઓક્ટોબર, સોમવારના રોજ. ભગતજી મહારાજ સ્મૃતિ મંદિર ખાતેઃ તા. ૨૧ ઓક્ટોબર, મંગળવારના રોજ અને શિખરબદ્ધ મંદિર, બાયપાસ રોડ ખાતેઃ તા. ૨૨ ઓક્ટોબર, બુધવારના રોજ યોજાશે. ત્રણેય સ્થળે અન્નકૂટ દર્શનનો સમય સવારે ૧૦ઃ૦૦ થી સાંજે ૭ઃ૦૦ સુધીનો રહેશે. આ ભવ્ય અન્નકૂટમાં ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોષ્ય એમ ચારેય વિભાગની કુલ ૧૦૦૦ જેટલી વાનગીઓ જેમાં ૨૫૧ મીઠાઈઓ, ૨૦૧ શાક, ૧૫૧ ફરસાણ, ૧૦૧ જયુસ/શરબત,૧૦૧ બેકરીની આઈટમ, ૫૧ અથાણા, ૫૧ મુખવાસ, ૨૫ પ્રકારની દાળ, ૨૫ પ્રકારના ભાત, ભાખરી/રોટલા/રોટલી/થેપલા/ પરોઠા/ ઢેબરા તથા ડેઝર્ટ ધરાવશે.હિંદુ પરંપરાગત શૈલી મુજબ, સૌપ્રથમ ‘સખડી’ (મિષ્ટાનો) અને ત્યારબાદ ‘અનસખડી’ ગોઠવાશે, જ્યારે મધ્યમાં રાંધેલા ચોખાનો ‘ગોવર્ધન પર્વત’ રચાશે. દીપોત્સવના પાવન પર્વે તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સાંજે ૫ઃ૩૦ થી ૭ઃ૩૦ દરમ્યાન ઠાકોરજી સમક્ષ ચોપડાપૂજન વિધિ પણ યોજાશે. આ અન્નકૂટ ઉત્સવમાં જુદા જુદા સેવાના ૧૭ વિભાગોમાં સેંકડો સંતો અને સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે.

Related Posts