દામનગર ભુરખીયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હિમાની ગઢવીનું સન્માન કરવામાં આવ્યું સમગ્ર અમરેલી જિલ્લાનું ગૌરવ વધારતી હિમાની ગઢવી
હિમાની ગઢવી સંગીત ક્ષેત્રમાં ખૂબ જ મોટી હરણફાળ ભરીને ભુરખીયા હનુમાનજી દાદાના ચરણોમાં મસ્ત ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરવા હિમાની ગઢવી તેમજ સમગ્ર ગઢવી પરિવાર ભુરખીયા પધાર્યા હતા..હિમાની ગઢવી સંગીતની ચાર મોટી સ્પર્ધાઓ માં વિજેતા થઈ છે જેમાં મુંબઈ આઇડલ,ચારણ ગાથામાં વિજેતા બની છે સાથે સાથે તાનારીરી સ્પર્ધામાં અને ગુજરાતની સિંગિંગ સિતારે સ્પર્ધામાં પણ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.તાજેતરમાં જ પૂજ્ય મોરારીબાપુનાં સાનિધ્યમાં કિર્તીદાનભાઈ ગઢવીની હાજરીમાં સંગીત આરાધના કરવાનો બે વખત અવસર પ્રાપ્ત થયો હતો તેમજ પૂજ્ય બાપુએ કથામાં પણ હિમાની ગઢવીની ખૂબ જ પ્રશંશા કરી અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ સાથે શુભકામના પાઠવી હતી. સંગીત ક્ષેત્રના મોટા ધૂરંધરો સાથેની બેઠક માં શૈલેન્દ્રસિંગ, તલત અઝીઝ અનુપ જલોટા સંગીતકાર શેખર,અનુ મલિક વાયોલીન વાદક દીપક પંડિત, પૃથ્વી ગાંધર્વ,પ્રતિભા સીંગ, સ્નેહા શંકર રામ શંકર મધુબંતી બાગચી,મીનલ જૈન વાસળી વાદક પારસનાથ, સલીમ સુલેમાન, જસપિંદર નરોલા જેવા મોટા લોકોના હૃદયમાં સંગીતની પ્રતિભાથી પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે…
મુંબઈમાં હિમાનીને સંગીતની શિક્ષા આપનાર ગુરુ શ્રી દેવેન્દ્રભાઈ યોગીની હિમાનીનાં કારકિર્દી ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા છે
દાદા શ્રી હકુદાદા ,દાદી ,નાની શ્રી વક્તુબેન,પિતાશ્રી અશોકભાઈ ગઢવી માતૃશ્રી મમતાબેન ગઢવી કાકા ભાવેશભાઈ ગઢવી નું હિમાની ની સફળતા માં ખૂબ જ યોગદાન છે
હિમાની ગઢવીને સંગીત ક્ષેત્રે સફળતાના શિખરો પ્રાપ્ત કરાવે તેવી ભુરખીયા દાદા ના ચરણોમાં અંતઃકરણપૂર્વક પ્રાર્થના


















Recent Comments