ગુજરાત

વિંછિયામાં ઢેઢુકીના ભુવાએ દાણા જાેતી વેળાએ છેડતી કરતાં હોવાનો આરોપ

છેડતી કરી કાળા જાદુ કાયદા હેઠળ વિંછીયા પોલીસ ફરિયાદ નોંધી છે. વિંછિયા ના ઢેઢુકીમાં પરિણીતાએ દાણા જાેવાના બહાને છેડતીની ફરિયાદ કરતા વિંછીયા પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. રાજકોટ ના ચોટીલા પંથકની મહિલાની પેટની બીમારી દૂર કરવા ઢેઢુકીના ભુવાએ દાણા જાેતી વેળાએ છેડતી કરતાં હોવાનો મહિલાએ આરોપ મૂક્યો છે. ભુવાના ઘરે ધસી આવેલ શખ્સોએ હુમલો કરી ઢસડયો હતો. ઉપરાંત, પત્નીની સાડી ખેંચી છેડતી કરી હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. વિશાલ સહિતના ૭ શખ્સોએ મકાનની અંદર પ્રવેશી કયાં છે ભૂવા? તેમ કહી છેડતીનો આરોપ નાખી ધારીયા-છરીથી ઇજા કરતા પ્રથમ જસદણ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. સામસામી ફરીયાદ પરથી વિંછીયા પોલીસે છેડતી કરી હતી. તેમજ હુમલા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. ભુવાએ પરીણિતાની છેડતી કરી કાળા જાદુ કાયદા હેઠળ વિંછીયા પોલીસ ફરિયાદ નોંધી છે.

Related Posts