કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને અન્ય વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈડ્ઢએ કથિત ભ્રષ્ટાચાર કેસમાં ૩૦૦ કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરી છે. રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને એજન્ટોના નામ પર રજિસ્ટર્ડ ૧૪૨ અચલ સંપત્તિઓ કથિત મની લોન્ડ્રિંગ ગતિવિધિઓથી જાેડાયેલી છે. આ સંપત્તિઓ અલગ અલગ લોકોના નામ પર રજિસ્ટર્ડ છે, જે રિયલ એસ્ટેટ બિઝનેસ અને એજન્ટ તરીકે કામ કરી રહી છે. મૈસૂરમાં લોકાયુક્ત પોલીસમાં સિદ્ધારમૈયા વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ નોંધાયા હતા.
મુખ્યમંત્રી પર આરોપ છે કે તેમણે પોતાના રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને પોતાની પત્ની બીએમ પાર્વતી માટે વળતર તરીકે ૧૪ એકર જમીન હસ્તગત કરી. મૈસૂર શહેરી વિકાસ સત્તામંડળ એ શરૂઆતમાં ત્રણ એકર અને ૧૬ ગુંટા જમીન ૩,૨૪,૭૦૦ રૂપિયામાં ખરીદી હતી. બીએમ પાર્વતીને વળતર તરીકે આપવામાં આવેલા પોશ વિસ્તારોમાં ૧૪ સાઇટની કિંમત ૫૬ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. જ્યારે એજન્સીએ આ કેસની તપાસ શરૂ કરી, ત્યારે જાણવા મળ્યું કે ભૂતપૂર્વ કમિશનર ડીબી નટેશે જમીનની ગેરકાયદેસર ફાળવણીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ તપાસનો સામનો કરી રહ્યા છે.
કેન્દ્રીય એજન્સીએ અગાઉ કહ્યું હતું કે, ‘સ્ેંડ્ઢછએ મૂળ રૂપે ૩,૨૪,૭૦૦ રૂપિયામાં જમીન હસ્તગત કરી હતી. પોશ વિસ્તારોમાં ૧૪ સ્થળોના રૂપમાં વળતર રૂ. ૫૬ કરોડ થાય છે.’ તપાસમાં દ્વારા ગેરકાયદેસર સાઇટ ફાળવણીનો મોટી પેટર્ન બહાર આવી. ઉદાહરણ તરીકે, આવી જમીન ન માત્ર મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્નીને જ આપવામાં આવી ન હતી, પરંતુ આવી ફાળવણી ઘણા રિયલ એસ્ટેટ ડેવલપર્સને પણ કરવામાં આવી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તત્કાલીન સ્ેંડ્ઢછ ચેરમેન અને કમિશનરને રોકડ, સ્થાવર મિલકતો અને અન્ય લાભોના રૂપમાં લાંચ આપવામાં આવી હતી. આ ગેરકાયદેસર લાભોનો ઉપયોગ ત્યારે લક્ઝરી કાર અને મિલકતો ખરીદવા માટે કરવામાં આવતો હતો. જેને ઘણીવાર સહકારી સંસ્થાઓના માધ્યમથી તેની કિંમતો છુપાવવા માટે મોકલવામાં આવતા હતા.
Recent Comments