ગુજરાત

ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી જાહેરાત, રૂ. 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર

ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી ખુશખબર આવી છે. રાજ્ય સરકારે રૂ. 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. 5 જિલ્લા પંચમહાલ, કચ્છ, વાવ થરાદ, પાટણ, જૂનાગઢના 18 તાલુકા માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.  ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં અતિવૃષ્ટિ નુકસાનીને લઈને સહાય પેકેજ જાહેર કરાયું છે. જમીન ધોવાણમાં પણ ખાસ કિસ્સામાં સહાય અપાશે. ભાવનગરમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખરીફ પાકમાં નુકસાન માટે 563 કરોડની સહાય જાહેર કરી છે.

Related Posts