નક્સલવાદ પર ફરી એક વાર મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ટોચના નક્સલી લીડર મલ્લોજુલા વેણુગોપાલ રાવ ઉર્ફે ભૂપતિ ઉર્ફે સોનુએ પોતાના 60 સાથીઓ સાથે આત્મસમર્પણ કર્યું છે. સોનુ પર 1 કરોડ રૂપિયાનું ઈનામ હતું. સોનુના આત્મસમર્પણ બાદ હવે અબુઝહમાડમાં નક્સલવાદીઓની મોટો ફટકો પડ્યો હોવાનું કહેવાય છે. સીપીઆઈ-માઓવાદીના પોલિટ બ્યુરો મેમ્બર સોનુએ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોતાના 60 માઓવાદીઓ સાથે આત્મસમર્પણ કર્યું છે. આ સીપીઆઈ-માઓવાદી માટે એક મોટો ઝટકો છે અને તે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારોના નેતૃત્વમાં પોલીસ દ્વારા સતત ચલાવાઈ રહેલા ઓપરેશનનું પરિણામ છે. એક અધિકારીએ જણાવ્યું કે, સોમવારે મોડી રાત્રે તેમણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, સરેન્ડર કરનારાઓમાં પ્રતિબંધિત સીપીઆઈ-માઓવાદીના એક કેન્દ્રીય સમિતિના સભ્ય અને 10 વિભાગીય સમિતિના સભ્યો સામેલ છે.સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સોનુને માઓવાદી સંગઠનના સૌથી પ્રભાવશાળી વ્યૂહનીતિકારોમાંના એક માનવામાં આવતા હતા અને તે લાંબા સમયથી મહારાષ્ટ્ર-છત્તીસગઢ સરહદ પર લાંબા સમયથી પ્લાટૂન અભિયાનનું નિરીક્ષણ કરતો હતો. જોકે, તેણે જણાવ્યું કે તાજેતરના મહિનાઓમાં તેમના અને ટોચના નક્સલી નેતૃત્વ વચ્ચે વધતા મતભેદોને કારણે આંતરિક સંઘર્ષ થયો છે.સુરક્ષા દળોની નક્સલીઓ પર તાબડતોડ એક્શન ચાલુ છે. આ પહેલા છત્તીસગઢના બીજાપુર જિલ્લાના બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળોએ કાર્યવાહી કરતા 8 સક્રિય નક્સલીની ધરપકડ કરી હતી. આ ધરપકડ કરાયેલા ત્રણ નક્સલીઓ પર ત્રણ લાખ રૂપિયાનું ઈનામ હતું. આ દરમિયાન ધરપકડ કરાયેલા નક્સલીઓ પાસેથી ટિફિન બોમ્બ, ડેટોનેટર, સેફ્ટી ફ્યુઝ, કાર્ડેક્સ વાયર, બેટરી, ઇલેક્ટ્રિક વાયર, જમીન ખોદવાના સાધનો અને શાસન વિરોધી સૂત્રો લખેલા પેમ્ફલેટ અને બેનરો રિકવર કર્યા હતા.
મહારાષ્ટ્રમાં મોટી સફળતા, ટોચના નક્સલી લીડર સોનુ સહિત 60 સાથીઓનું સરેન્ડર

Recent Comments