બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAમાં બેઠકોની વહેંચણી નક્કી થઈ ગઈ છે. ભાજપ અને JDU 101-101 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે ચિરાગ પાસવાનની પાર્ટીને 29 બેઠકો ફાળવવામાં આવી છે. જીતન રામ માંઝીની પાર્ટીને પણ છ બેઠકો ફાળવવામાં આવી છે.
ભાજપ બિહારના પ્રભારી વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે, આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA પરિવારના તમામ સભ્યોએ સૌહાર્દપૂર્ણ રીતે સંમતિ દર્શાવી છે. બેઠકોની વહેંચણી નીચે મુજબ છે:
- ભાજપ – 101 બેઠકો
- JDU – 101 બેઠકો
- LJP (રામવિલાસ) – 29 બેઠકો
- RLM – 6 બેઠકો
- HAM – 6 બેઠકો
તમામ NDA પક્ષોના નેતાઓ અને કાર્યકરોએ આ નિર્ણયનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું છે. બધા સાથી પક્ષો બિહારમાં ફરીથી NDA સરકાર બનાવવા માટે તૈયાર છે અને કટિબદ્ધ છે.બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં એનડીએ (NDA) માં બેઠકોની વહેંચણી પહેલા ગઠબંધનના સહયોગી અને હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) ના અધ્યક્ષ જીતન રામ માંઝીનું મોટું નિવેદન આપ્યું હતું. માંઝીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, “હું મારા અંતિમ શ્વાસ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રહીશ. બિહારમાં બહાર હશે, નીતિશજીની સાથે મોદીજીની સરકાર હશે.”



















Recent Comments