એક્ઝિટ પોલના આંકડા આવવાની શરૂઆત સાથે જ પ્રથમ ત્રણ એજન્સીના એક્ઝિટ પોલ અનુસાર બિહારમાં ફરીથી ભાજપ અને જનતા દળ યુનાઈટેડના NDAની સરકાર બને તેવા અણસાર દેખાઈ રહ્યા છે. બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે આજે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાયું. બીજા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 67 ટકાથી વધુ મતદાન થયું. બિહારના મતદારોએ મોટી સંખ્યામાં વોટિંગ કરી રેકોર્ડ બનાવ્યો. બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે અને સરકાર બનાવવા માટે 122 બેઠકોની બહુમતીની જરૂર છે. રાજ્યમાં હાલ NDAની સરકાર છે અને નીતિશ કુમાર મુખ્યમંત્રી છે. સામે પક્ષે રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસે મહાગઠબંધન બનાવ્યું છે જેમાં અન્ય નાના પક્ષો પણ સામેલ છે.
બિહાર એક્ઝિટ પોલ: ફરી NDAને જ બહુમતી મળે તેવા અણસાર


















Recent Comments