ભાવનગર જીલ્લાના કેળ તથા પપૈયાની ખેતી સાથે સંકળાયેલ બાગાયતદારોને જણાવવાનું કે જે ખેડૂત
ખાતેદારોએ ચાલુ નાણાકીય વર્ષ: ૨૦૨૫-૨૬ દરમ્યાન બાગાયત ખાતાની સહાય યોજના કેળ તથા પપૈયાના
વાવેતર વિસ્તાર વધારવા અંગેની અરજી આઈ ખેડૂત પોર્ટલ પર કરેલ હોય તે પૈકી નિયમાનુસાર પાત્રતા ઘરાવતા
તમામ અરજદારોને નાયબ બાગાયત નિયામકની કચેરી, ભાવનગર દ્વારા પૂર્વ મંજુરી આપવામાં આવેલ છે. જેનો પૂર્વ
મંજૂરી હુકમ આપે અરજી કરતા સમયે બનાવેલ આઈ ખેડૂત પોર્ટલ પરના આપના લોગઇન આઈ.ડી. પરથી જોવા
મળશે.
વધુમાં જણાવવાનું કે જે અરજદારોને મંજુરી મળેલ છે તેવા તમામ અરજદારોએ જરૂરી સાધનિક કાગળો
(અરજીની સહી વાળી નકલ, ૭-૧૨ તથા ૮ અ ની નકલ, બેંક પાસબુક, આધારકાર્ડની નકલ, રોપાનું પાકું બીલ, ખેતી
ખર્ચના વાઉચર, અરજદારનો વાવેતર સાથેનો રેખાંશ-અક્ષાંસ સાથેનો ફોટો, ટપકના પુરાવા તથા અન્ય જરૂરી
કાગળો) મંજુરી મળ્યા તારીખથી દિન-૩૦માં બિનચૂક આઈ ખેડૂત પોર્ટલ પરના આપના લોગઇન આઈ.ડી. પરથી
ઓનલાઈન અપલોડ કરવા જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રી, સરકારી ટેકનીકલ
સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરનો રૂબરૂ અથવા ટેલીફોન નંબર ૦૨૭૮-૨૪૨૦૪૪૪ પર સંપર્ક સાધવા
જણાવવામાં આવે છે.
ભાવનગર જીલ્લાના કેળ તથા પપૈયાના વાવતેર માટેની સહાય યોજના અંતર્ગત બીલો આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે

Recent Comments