મહારાષ્ટ્રમાં ફરી એકવાર બર્ડ ફ્લૂનો ખતરો; કારંજા તાલુકામાં ખેર્ડા ગામના એક પોલ્ટ્રી ફાર્મમાં ૬૦૦૦ મરઘીઓના મોત!

વહીવટીતંત્રે હાઇ એલર્ટ જારી કર્યું, લોકોને બર્ડ ફ્લૂના લક્ષણો પ્રત્યે જાગૃત કરવામાં આવ્યામહારાષ્ટ્રમાં ફરી એકવાર બર્ડ ફ્લૂનો ખતરો તોળાઇ રહ્યો હોય તેવા સમાચાર આકયા છે જેમાં, કારંજા તાલુકાના ખેર્ડા ગામમાં એક પોલ્ટ્રી ફાર્મમાં આશરે ૬,૮૩૧ મરઘાંના રહસ્યમય મૃત્યુ બાદ વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે. ૨૭ ફેબ્રુઆરીના રોજ આવેલા તપાસ રિપોર્ટમાં પુષ્ટિ થઇ હતી કે આ મૃત્યુ બર્ડ ફ્લૂના ચેપને કારણે થયા હતા. ત્યાર બાદ જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક હાઇ એલર્ટ જારી કર્યું છે.
મૃત મરઘીઓના નમૂનાઓ પરીક્ષણ માટે અકોલાની પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. આ પછી, પુણેમાં રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પ્રાણી રોગ સંસ્થા અને ભોપાલમાં પ્રયોગશાળામાં પણ વિગતવાર તપાસ કરવામાં આવી. ૨૭ ફેબ્રુઆરીના રોજ, રિપોર્ટમાં ૐ૫દ્ગ૧ વાયરસની પુષ્ટિ થઈ છે.
જાે કે, બર્ડ ફ્લૂના રિપોર્ટ બહાર આવ્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારને સેનિટાઇઝ કરવાની ઝુંબેશ વધુ તીવ્ર બનાવવામાં આવી છે.વહીવટીતંત્ર બાકીના મરઘાંઓને દૂર કરવામાં વ્યસ્ત છે. પોલ્ટ્રી ફાર્મમાંથી મરઘાંઓની હેરફેર અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરેક તાલુકામાં તહસીલદારની દેખરેખ હેઠળ ખાસ સમિતિઓની રચના કરવામાં આવી છે. કલેક્ટર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે બર્ડ ફ્લૂના ફેલાવા સામે યોગ્ય પગલાં પગલાં તાત્કાલિક ધોરણે લેવામાં આવી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ૮ માર્ચ, ૨૦૨૫થી મણિપુરમાં તમામ માર્ગો પર લોકો માટે મુક્ત અવરજવર સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી. તેમણે એવો નિર્દેશ પણ આપ્યો હતો કે જે કોઈ પણ અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કરે છે તેની સામે કડક કાર્યવાહી થવી જાેઈએ.
શ્રી અમિત શાહે નિર્દેશ આપ્યો હતો કે, મણિપુરની આંતરરાષ્ટ્રીય સરહદ પર નિયુક્ત એન્ટ્રી પોઇન્ટની બંને બાજુએ ફેન્સિંગનું કામ વહેલામાં વહેલી તકે પૂર્ણ થવું જાેઈએ. તેમણે કહ્યું કે મણિપુરને ડ્રગ મુક્ત બનાવવા માટે, ડ્રગના વેપાર સાથે સંકળાયેલા સમગ્ર નેટવર્કને વિખેરી નાખવું જાેઈએ.
Recent Comments