બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ) રાજકોટ બ્રાન્ચ દ્વારા હામાપુર સ્થિત શ્રીમતી એલ.કે.બાબરિયા હાઇસ્કૂલ ખાતે ‘વર્લ્ડ સ્ટાન્ડર્ડ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. પોસ્ટર મેકિંગ સહિતની વિવિધ સ્પર્ધાઓથી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક શક્તિઓ ખીલે છે. સમગ્ર અમરેલી જિલ્લામાંથી ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈને ‘સ્ટાન્ડર્ડ ફોર ક્લાઈમેટ ચેન્જ’ વિષય પર પોસ્ટર બનાવ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે હામાપુર એલ.કે.બી હાઇસ્કૂલના આચાર્ય શ્રી વિપુલભાઈ ભટ્ટ સહિતના કર્મચારીશ્રીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય શ્રી ઈલાબેન માયાણી સહિતના સભ્યશ્રીઓ, બગસરા પ્રાંત અધિકારી શ્રી નંદા, રાજકોટ BISના વૈજ્ઞાનિક અને નિર્દેશકશ્રી શુક્લા, તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા, તેમ હામાપુર શ્રીમતી એલ.કે.બાબરિયા હાઇસ્કૂલના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.
BIS રાજકોટ બ્રાન્ચ દ્વારા એલ.કે.બી હાઇસ્કૂલ હામાપુર ખાતે મેગા પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજાઈ

Recent Comments