મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. શિવસેાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે એનસીપી પ્રમુખ શરદ પવારને ધમકી આપવામાં આવી છે. જે ભાષાનો ઉપયોગ કરાયો છે તે અમને મંજૂર નથી. શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું કે ભાજપના એક કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે જાે મહાવિકાસ આઘાડી સરકારને બચાવવાની કોશિશ કરવામાં આવી તો શરદ પવારને ઘરે જવા દેવામાં નહીં આવે. રાઉતે વધુમાં કહ્યું કે એમવીએ સરકાર બચશે કે નહીં,
શરદ પવાર વિશે આવી ભાષાનો ઉપયોગ સ્વીકાર્ય નથી. સંજય રાઉતે વધુમાં કહ્યું કે એક કેન્દ્રીય મંત્રી દ્વારા શરદ પવારને જે ધમકીઓ આપવામાં આવી રહી છે શું આવી ધમકીઓને મોદીજી અને અમિત શાહનું સમર્થન છે? અમે (બળવાખોર) વિધાયકોને અયોગ્ય ઠેરવવા માટે કાર્યવાહી કરી રહ્યા છીએ. સંજય રાઉતના આવા ગંભીર આક્ષેપો પર ભાજપે પણ પલટવાર કર્યો. ભાજપના નેતા અને કેન્દ્ર સરકારમાં મંત્રી રાવસાહેબ પાટિલ દાનવેએ કહ્યું કે કોઈ પણ કેન્દ્રીય મંત્રી ધમકી આપી રહ્યા નથી. ભાજપ સરકારને અસ્થિર કરવાનો પ્રયત્ન કરતું નથી. આ શિવસેનાનો આંતરિક મામલો છે. ભાજપ હાલ માત્ર વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છે.
Recent Comments