તમિલનાડુમાં હવે આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને છૈંછડ્ઢસ્દ્ભ વચ્ચે ગઠબંધન થયું છે. આ જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. આ સાથે અમિત શાહ અને પલાનીસ્વામી વચ્ચે એક બેઠક પણ યોજાઈ હતી, તેમણે ઈ પલાનીસ્વામી અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈ સાથે બેઠક યોજી મીડિયા સમક્ષ આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં એઆઈએડીમકે અને ભાજપ વચ્ચે ગઠબંધનની જાહેરાત કરી છે. અમિત શાહે કહ્યું કે એઆઈએડીમકે અને ભાજપના નેતાઓએ સાથે મળીને ર્નિણય લીધો છે કે એઆઈએડીમકે, ભાજપ અને તમામ પક્ષો આગામી તમિલનાડુની ચૂંટણી સાથે મળીને લડશે. આ ચૂંટણી રાષ્ટ્રીય સ્તરે પીએમ મોદીના નેતૃત્વમાં અને રાજ્ય સ્તરે એઆઈએડીમકે ના સિનિયર નેતા પલાનીસ્વામીના નેતૃત્વમાં લડવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં દ્ગડ્ઢછ પ્રચંડ વિજય મેળવશે અને ફરી એકવાર તમિલનાડુમાં દ્ગડ્ઢછ સરકાર બનશે. અમે સાથે મળીને ચૂંટણી લડીશું અને ઈઁજી ના નેતૃત્વમાં અહીં વિધાનસભા ચૂંટણી લડીશું અને જીતીશું પણ.
આવનારી તમિલનાડુની વિધાનસભા ચૂંટણી ભાજપ અને એઆઈએડીમકે ગઠબંધમાં લડાશે


















Recent Comments