આણંદમાં પરિણીતા પર દુષ્કર્મના ગુનામાં ભાજપનો કાઉન્સિલર પકડાયો
આણંદ ટાઉન પોલીસે વોચ ગોઠવીને આરોપીને ઝડપી લીધો આણંદમાં પરિણીત મહિલા પર દુષ્કર્મના કેસમાં પોલીસે ભાજપના સસ્પેન્ડેડ કાઉન્સિલરની ધરપકડ કરી લીધી છે. પરિણીતાએ આણંદ ટાઉન પોલીસ મથકમાં દીપુ પ્રજાપતિ નામના ભાજપના તત્કાલિન કાઉન્સિલર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દુષ્કર્મનો કેસ નોંધાતાની સાથે જ દીપુ પ્રજાપતિ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસે સતત શોધખોળ હાથ ધરી હતી. અંતે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને દીપુ પ્રજાપતિને ઝડપી પાડ્યો.એક પરિણીત મહિલાએ આણંદના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ ગંભીર આરોપ લગાવ્યો હતો. ઘરમાં ઘૂસીને કાઉન્સિલરે દુષ્કર્મ આચર્યું હોવાના પીડિતાના આરોપથી ચકચાર મચી ગઈ હતી.
પરિણીતાએ આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે દુષ્કર્મનો કેસ નોંધાતાની સાથે જ દીપુ પ્રજાપતિ ફરાર થઈ ગયો હતો. દીપુ પ્રજાપતિ છેલ્લા ૧૪ દિવસથી ભૂર્ગભમાં ઉતરી ગયો જેને હવે શનિવારે ૩૦ નવેમ્બરે પોલીસે ઝડપી પાડ્યો છે.પોતાના વિરુદ્ધ ફરિયાદ નોંધાતાની સાથે જ ધરપકડથી બચવા માટે દીપુ પ્રજાપતિ ફરાર થઈ ગયો હતો. આરોપી વાસદ પાસેથી પસાર થતો હોવાની આણંદ ટાઉન પોલીસને બાતમી મળી હતી. ત્યારે મળેલી બાતમીના આધારે આણંદ ટાઉન પોલીસે વોચ ગોઠવીને આરોપીને ઝડપી લીધો.દીપુ પ્રજાપતિ આણંદના વોર્ડ નંબર-૬ના કાઉન્સિલર હતા, જેમની સામે પરિણીતાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગતા દીપુ પ્રજાપતિની મુશ્કેલીમાં વધારો થયો. દીપુ પ્રજાપતિ પર દુષ્કર્મનો આરોપ લાગતા પ્રાથમિક સભ્ય સહિતના તમામ હોદ્દા પરથી ભાજપે સસ્પેન્ડ કરી દીધા હતા.
Recent Comments