અમરેલી

અમરેલીના વેપારીઓ સાથે ભાજપ અગ્રણીઓની મુલાકાત, GST બચત ઉત્સવ: અમરેલીની બજારમાં ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ

કોઈપણ રાષ્ટ્રની પ્રગતિનો આધાર દેશના મજબૂત અર્થતંત્ર પર નિર્ભર હોય છે. દુનિયાના સૌથી મોટા આર્થિક દેશ
તરીકે ઉભરી રહેલા ભારતને મજબૂત અને સશક્ત બનાવવા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના પ્રાધનમંત્રી શ્રી
નરેન્દ્રભાઈ મોદીએ નવરાત્રીના પર્વ પર દેશવાસીઓને જીએસટીમાં ઘટાડો કરીને દિવાળીની ભેટ આપી છે.
જીએસટીમાં થયેલા ઘટાડાને સૌ કોઈ જીએસટી બચત ઉત્સવ તરીકે ઉજવી રહ્યા છે. ત્યારે અમરેલી શહેરની મુખ્ય
બજારમાં આજરોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અને જિલ્લા
ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઇ કાનાણી સહિતના આગેવાનોએ અમરેલીના વેપારીઓ સાથે મુલાકાત કરી હતી .
આ મુલાકાત દરમિયાન ઉત્સાહભેર વેપારીઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને જીએસટીમાં કરેલા ફેરફાર માટે
અભિનંદન પાઠવ્યા હતા અને રાજીપો વ્યક્ત કર્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલ કાનાણીએ જણાવ્યું હતું કે આજે
અમરેલીની બજારમાં વેપારીઓમાં ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસભર્યું વાતાવરણ જોઈને ધન્યતા અનુભવી હતી. સૌએ એકમત
રજૂ કર્યો હતો કે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના માધ્યમથી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરીશું.
આ તકે જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા, કાર્યક્રમના ઇન્ચાર્જ શ્રી દિવ્યેશ વેકરિયા, શ્રી દીપકભાઈ
વઘાસીયા, શ્રી કેતનભાઈ સોની, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિજયભાઈ ચોટલિયા, મહામંત્રીશ્રી રાકેશભાઈ સાવલિયા, શ્રી
યોગેશભાઈ ગણાત્રા, ઉપપ્રમુખશ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય અમરેલી નગરપાલિકા પ્રમુખશ્રી બીપીનભાઈ લીંબાણી, કારોબારી
ચેરમેનશ્રી મનીષભાઈ ધરજીયા, દંડકશ્રી દિલાભાઈ વાળા, ટાઉન પ્લાનિંગ ચેરમેનશ્રી ચિરાગભાઈ ચાવડા, અમરેલી
તાલુકાના સદસ્યશ્રી વનરાજભાઈ કોઠીવાળ, શ્રી પ્રવીણભાઈ ચાવડા, શ્રી દિલીપભાઈ સાવલિયા તેમજ શહેર ભાજપના
કાર્યકર્તા શ્રી ધર્મેન્દ્રભાઈ ગોસ્વામી શ્રી મંથનભાઈ જોશી, વિરલભાઈ પરીખ, શ્રી ગૌરવભાઈ મહેતા, શ્રી વિદુરભાઈ ડાબસરા
સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

Related Posts