સાવરકુંડલા, ભારતીય જનતા પાર્ટી, અમરેલી જિલ્લા દ્વારા સાવરકુંડલા શહેરમાં સાવરકુંડલા-લીલીયા અને રાજુલા-જાફરાબાદ
વિધાનસભા મતવિસ્તારના શક્તિ કેન્દ્ર સંયોજકોની એક મહત્વપૂર્ણ બેઠક સફળતાપૂર્વક સંપન્ન થઈ.
આ બેઠકમાં ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આગામી ચૂંટણીલક્ષી રણનીતિ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી
હતી. સાવરકુંડલા, લીલીયા, રાજુલા અને જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારના તમામ શક્તિ કેન્દ્ર સંયોજકોએ ઉત્સાહભેર ભાગ
લીધો હતો અને પક્ષની નીતિઓ અને કાર્યક્રમોને જન-જન સુધી પહોંચાડવા માટે સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને બુથ સ્તર સુધી સંગઠનને વધુ સક્રિય બનાવવા પર ભાર
મૂક્યો હતો. પક્ષના અગ્રણી નેતાઓએ ઉપસ્થિત સંયોજકોને સરકારની કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યોની માહિતી લોકો
સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું.
આ બેઠક ભાજપ સંગઠનને વધુ ગતિશીલ બનાવવામાં અને જનસંપર્ક અભિયાનને વધુ અસરકારક બનાવવામાં મદદરૂપ થશે
જેમાં સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી, તેમજ પ્રદેશ મંત્રી મહેશભાઈ કસવાળા, તેમજ પ્રદેશ આગેવાન શ્રી
પુનિતભાઈ શર્મા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી માર્કેટિંગ યાર્ડ ચેરમેન શ્રી દીપકભાઈ માલાણી, નગરપાલિકાના પ્રમુખ
મેહુલભાઈ ત્રિવેદી તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા,સાવરકુંડલા શહેર પ્રમુખ શ્રી અનિરુધ સિહ રાઠોડ, તાલુકાના
પ્રમુખ,શ્રી રજનીભાઈ ડોબરિયા,લીલીયા તાલુકા મહામંત્રી શ્રી ગૌતમભાઈ વિછીયા,જાફરાબાદ શહેર પ્રમુખ,શ્રી કુલદીપભાઈ
વરુ,તાલુકા પ્રમુખ,શ્રી સંદીપભાઈ શિયાળ,રાજુલા શહેર પ્રમુખ,શ્રી વનરાજભાઈ વરુ ,તાલુકા પ્રમુખ,શ્રી ધીરુભાઈ
નકુમ,મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, શક્તિકેન્દ્ર સંયોજક શ્રીઓ ઉપસ્થિત રહ્યા
Recent Comments