મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકામાં રાજકીય ગરમાવો ચરમ પર પહોંચ્યો છે. અહીંના ભાજપના 11 સભ્યોએ પાલિકાના પ્રમુખ કિર્તી પટેલ વિરુદ્ધ ભારે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી ચીફ ઓફિસરને લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદનું મુખ્ય કારણ છે નગરપાલિકાના સ્વિમિંગ પુલની કામગીરી માટે ₹40,69,057/-ની ચુકવણી કરવામાં આવી હોવાનો મામલો. સભ્યોનો દાવો છે કે પુલ માટે ₹1.50 કરોડના ખર્ચનો અંદાજ હોવા છતાં, પ્રમુખ દ્વારા માત્ર પાઈપો અને નાની મોટરો માટે આ મોટી રકમ ‘શ્રીજી કન્સ્ટ્રક્શન’ના નામે ઉઠાવી લેવામાં આવી છે.
ભાજપના સભ્યોના આક્ષેપો અનુસાર, અગાઉ પણ કિર્તી પટેલ કોંગ્રેસના સભ્ય રહી ટાઉન હોલ બનાવવાના નામે ₹46 લાખ ઉપાડી ચુક્યા હતા. તેના પરિણામે તત્કાલીન પ્રમુખને સસ્પેન્ડ કરી ₹46 લાખની રિકવરીનો આદેશ આપવામાં આવ્યો હતો. સ્વિમિંગ પુલની ચુકવણી ઉપરાંત, એલ.ઈ.ડી.માં ₹15 લાખ અને ટાઈમર સ્વીચમાં ₹32 લાખ સહિત અન્ય અનેક કાર્યોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠ્યાં છે. ભાજપના સભ્યોએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ પ્રમુખના ભ્રષ્ટાચારમાં સામેલ નથી અને પોતાના પર રિકવરીના પગલાં ના આવે તે માટે તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે.
આ આંતરિક વિખવાદને લઇને વિરોધ પક્ષના નેતાઓએ પણ સભ્યોને સમર્થન આપવાની જાહેરાત કરી છે, જેના કારણે પાલિકા પર રાજકીય હડકંપ મચી ગયો છે. આગામી સમયમાં પાલિકામાં નવી જડબેસલાક કામગીરી થવાના સંકેતો જોવા મળી રહ્યા છે.
પ્રમુખ કિર્તી પટેલે આ તમામ આક્ષેપોને ખોટા અને રાજકીય લાભ માટેના પ્રયાસો હોવાનું જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, પાલિકાના કાર્યો સંપૂર્ણપણે પારદર્શક રીતે કરવામાં આવ્યા છે અને ભ્રષ્ટાચારના કોઈપણ દાવા સંપૂર્ણપણે પાયાવિહોણા છે. તેમણે પોતાની જાતે જ તમામ વિકાસ કાર્યોની વિજિલન્સ તપાસ કરવાની રજૂઆત કરી છે. પ્રમુખના દાવા અનુસાર, પાલિકાના દરેક કામની ચુકવણી નિયમ અનુસાર કરવામાં આવી છે અને દરેક દસ્તાવેજ તપાસ માટે ઉપલબ્ધ છે. તેમ છતાં કેટલાક મહત્વાકાંક્ષી સભ્યો અને રાજકીય તત્વો પદ મેળવવા માટે ખોટા પ્રચાર અને અફવાઓ ફેલાવી રહ્યા છે.
સ્થાનિક લોકોનું મંતવ્ય છે કે હાલના નગરપાલિકા પ્રમુખ લુણાવાડાના વિકાસ કાર્યોમાં સક્રિય છે. લાઇટ, પાણી, રસ્તા સહિતની જીવન આવશ્યકતાઓ માટે તાત્કાલિક કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિક વસ્તી દ્વારા જણાવાયું છે કે, પ્રમુખ કિર્તી પટેલ પોતાના કાર્યકાળ દરમિયાન નગરના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. લોકોએ જણાવ્યું કે જો જરૂરી પડે, તો તેઓ ભાજપના મહુડી મંડળને રજૂઆત કરીને માન પ્રમુખની સમર્થન કરશે.
આ વાસ્તવિક પરિસ્થિતિથી સ્પષ્ટ થાય છે કે લુણાવાડા નગરપાલિકા સરકારની અંદર ભ્રષ્ટાચારના આક્ષેપો અને આંતરિક વિખવાદ વચ્ચે, પ્રજાજનોને શહેરના વિકાસ માટે કાર્યરત નેતાને પણ સમર્થન આપી રહ્યા છે. આ સમગ્ર પ્રકરણ પાલિકા માટે આગામી સમયમાં રાજકીય ચેલેન્જનો સંકેત છે, <This message was edited>




















Recent Comments