મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં એક મોટી જાહેરાત કરીને રાજકીય ક્ષેત્રે હલચલ મચાવી દીધી છે. તેમણે દાવો કરતા જણાવ્યું છે કે, ‘ભારતીય જનતા પાર્ટી (BJP) રાજ્યભરમાં યોજાનારી નાગરિક ચૂંટણીઓમાં 35 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો માટે ઓછામાં ઓછી 40 ટકા ટિકિટ અનામત રાખશે.’મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું આ નિવેદન બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સહિત રાજ્યની અનેક મ્યુનિસિપલ સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા આવ્યું છે, જે 2022થી પેન્ડિંગ છે અને આવતા વર્ષે 31મી જાન્યુઆરી પહેલા યોજાવાની છે.
મુંબઈમાં એક કાર્યક્રમમાં યુવાનોને સંબોધતા ફડણવીસે કહ્યું, ‘હું તમને ખાતરીપૂર્વક કહી શકું છું કે નાગરિક ચૂંટણી લડનારા ભાજપના ઓછામાં ઓછા 40 ટકા ઉમેદવારો 35 વર્ષથી ઓછી ઉંમરના હશે.’ તેમણે લોકશાહી સંસ્થાઓમાં ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોની હાજરી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ‘આવી પૃષ્ઠભૂમિના ઉમેદવારો મોટી સંખ્યામાં ચૂંટણી લડી રહ્યા છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે.કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના કાર્યની પણ પ્રશંસા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘કોઈપણ લોકશાહી સંસ્થા સમાજનું દર્પણ હોય છે, અને સંસ્થાઓ સમાજને આકાર આપે છે. છેલ્લી BMC ચૂંટણીઓમાં કુલ 216 ઉમેદવારોનો ગુનાહિત રેકોર્ડ હતો. એ સાચું છે કે કેટલાક ભ્રષ્ટ છે, પરંતુ દરેકને ભ્રષ્ટ ગણાવવું પણ ખોટું છે. પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભારતનો વિકાસ દર પ્રણાલીગત ખામીઓના આરોપોને ખોટા સાબિત કરે છે. જો સમગ્ર વ્યવસ્થા ખામીયુક્ત હોત, તો આપણો દેશ આટલી ઝડપથી વિકાસ પામતો ન હોત.’સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પહેલાં મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણે દાવો કર્યો હતો કે રાજ્યભરની નગર પરિષદો અને નગર પંચાયતોમાં શાસક પક્ષના 100 કાઉન્સિલરો બિનહરીફ ચૂંટાયા છે. તેમણે જણાવ્યું હતું કે નગર પરિષદના પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.


















Recent Comments