ભારત સાથે ઓપરેશન સિંદૂરમાં મોટો ફટકો સહન કર્યા પછી, પાકિસ્તાન હવે વધુ એક ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. બલુચિસ્તાન લિબરેશન આર્મી (મ્ન્છ) એ દાવો કર્યો છે કે અફઘાન સેનાએ પાકિસ્તાન પર હુમલો શરૂ કર્યો છે. મ્ન્છ ના જણાવ્યા મુજબ, અફઘાન દળોએ પાકિસ્તાની ક્ષેત્રમાં ઘૂસીને લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. મ્ન્છ એ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર તોપમારો અને ટેન્કોની તૈનાતી દર્શાવતો એક વીડિયો પણ બહાર પાડ્યો છે.
મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પાકિસ્તાન દ્વારા કેટલાક અફઘાન વિસ્તારો પર ગોળીબાર કર્યા બાદ સંઘર્ષ વધુ વકર્યો હતો. જવાબમાં, તાલિબાનના નેતૃત્વ હેઠળની અફઘાન સેનાએ વળતો હુમલો કર્યો હોવાનું કહેવાય છે. આ હુમલામાં પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતને લક્ષ્ય બનાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે, અને આ ઘટના બાદ, બંને દેશો વચ્ચે લશ્કરી તણાવ વધી ગયો છે. સરહદી વિસ્તારોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
બલુચિસ્તાન લિબરેશન આર્મીનો દાવો છે કે આ સંઘર્ષ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર આવેલા ચાગી જિલ્લામાં શરૂ થયો હતો. પાકિસ્તાની અને તાલિબાન દળો વચ્ચે તીવ્ર અથડામણો ચાલી રહી છે, બંને બાજુ ભારે ગોળીબાર થઈ રહ્યો છે.
મ્ન્છ એ વધુમાં આરોપ લગાવ્યો છે કે તાલિબાન સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (ર્ઁદ્ભ) માં રાવલકોટ પર પણ હુમલો કર્યો છે. વધુમાં, લાહોરમાં બ્લેકઆઉટ થયાના અહેવાલ છે. પરિસ્થિતિએ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર તણાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જેના કારણે સુરક્ષા દળોની તૈનાતીમાં વધારો થયો છે અને સૈન્યને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે.
ઘણા સરહદી ગામડાઓમાંથી નાગરિકો ભાગી રહ્યા હોવાના અહેવાલો પણ છે, કારણ કે તેમને ડર છે કે કોઈપણ સમયે મોટો લશ્કરી સંઘર્ષ ફાટી શકે છે.
અફઘાનિસ્તાન સેનાએ પાકિસ્તાના સરહદી વિસ્તારોમાં પર હુમલો શરૂ કર્યાનો BLA નો દાવો

Recent Comments