Blackheads ફટાફટ દૂર કરવા આ સસ્તા ઘરેલું નુસ્ખાઓ કરો ટ્રાય

બ્લેક હેડ્સ ચહેરાની ખૂબસુરતી બગાડીને મુકી દે છે. સામાન્ય રીતે કાળા અને સફેદ દાણા નાકની આસપાસ મોટાભાગના લોકોમાં જોવા મળે છે. આ બ્લેક હેડ્સને દૂર કરવા ખૂબ જ જરૂરી છે. જો તમે આ દાણાને રિમુવ કરતા નથી તો ચહેરો સાવ બગડી જાય છે. બ્લેક હેડ્સને દૂર કરવા માટે આ ઘરેલું ઉપાયો સૌથી બેસ્ટ છે.
સી સોલ્ટ
બ્લેક હેડ્સને રિમુવ કરવા માટે સી સોલ્ટ ખૂબ અસરકારક છે. આ માટે તમે સી સોલ્ટ અને મધ લો. ત્યારબાદ આની એક પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને આ દાણા પર લગાવો અને થોડી વાર સુકાવા દો. 15 મિનિટ પછી ચહેરો ધોઇ લો. આમ કરવાથી બ્લેક હેડ્સ રિમુવ થઇ જશે.
હળદર
તમે બ્લેક હેડ્સ રિમુવ હળદરથી પણ કરી શકો છો. આ માટે તમે એક વાટકી લો અને એમાં 1-1 ચમચી હળદર અને પાણી મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આને બ્લેક હેડ્સની જગ્યા પર લગાવો અને 20 મિનિટ સુધી લગાવી રાખો. ત્યારબાદ 10 મિનિટ હળવા હાથે મસાજ કરો અને પછી ચોખ્ખા પાણીથી ફેસ ધોઇ લો. સતત આ પેસ્ટ તમે 15 દિવસ સુધી લગાવશો તો તમારા બ્લેક હેડ્સ તરત જ રિમુવ થઇ જશે.
મુલ્તાની માટી
બ્લેક હેડ્સ રિમુવ કરવા માટે મુલ્તાની માટી સૌથી બેસ્ટ છે. મુલ્તાની માટી સ્કિન પોર્સને ઊંડાઇથી સાફ કરવાનું કામ કરે છે. આ માટે તમે એક બાઉલમાં 1 ચમચી મુલ્તાની માટી લો અને એમાં 1 ચમચી લીમડાનો પાઉડર મિક્સ કરો. ત્યારબાદ એમાં બેથી ત્રણ ટીપાં લીંબુનો રસ એડ કરો. હવે આ પેસ્ટને બ્લેક હેડ્સ પર લગાવો. આ પ્રોસેસ તમે સતત 15 દિવસ સુધી કરશો તો તમારા બ્લેક હેડ્સ માત્ર અઠવાડિયામાં રિમુવ થઇ જશે અને તમારી સ્કિન પણ એકદમ ક્લિન થઇ જશે.
Recent Comments